________________
એાધિદુર્લભ ભાવના.
૩૫૧ વહાણથી બહાર રાખે, એટલા માટે કે અંદરને કોઈ માણસ છિનવી લે નહિ. એક વખત તેને બેઠા બેઠા ઝોલું આવ્યું તેમાં મુઠી ઢીલી થઈ ગઈ અને રત્ન દરિયાને તળીયે પડયું. પડતાં તેની આંખ ઉઘડી, પણ અફસ ! નિરાશા અને વિલાપ સિવાય તેની પાસે કંઈ રહ્યું નહિ. પેલું રત્ન કોઈ પણ રીતે તેના હાથમાં આવે એવું નહોતું, તેથી પિક નાંખી રોવા લાગ્યા. માણસે તેને ધીરજ આપવા લાગ્યા, પણ તેણે રોતાં રોતાં કહ્યું કે હાય ! આટલી બધી તંગી-દરિદ્રતા ભોગવ્યા પછી મહામુશીબતે ઈચ્છિત વસ્તુ-ચિંતામણિ રત્ન મળ્યું પણ તેનો કઈ ષ ગ મળી શક્યો નહિ. હવે જીદગીપર્યંત આવી ને આવી દરિદ્ર અવસ્થા મારે ભોગવવી પડશે. શું ગએલ રત્ન ફરી હવે મને મળવાનું છે ? નહિ જ. એમ કહેતો તે બ્રાહ્મણ માથું કુટવા લાગ્યો. ખેદ કરતો જેવો નિકળે હતો તે જ પાછો ઘેર પહોંચ્યો; પણ જીદગી સુધી તેને પશ્ચાત્તાપને પાર સ્વી નહિ એવી જ રીતે મનુષ્ય ભવ અને બોધિરત્નની તક જે હાથમાંથી ગઈ તે મૂર્ખ બ્રાહાણુની પેઠે પશ્ચાત્તાપ કર પડશે, હાનિ અને હાંસિ બને થશે, માટે બોધિરત્ન પ્રાપ્ત કરી તેનું બહુ મનથી રક્ષણ કરવું. (૮૮-૮૯).