________________
૩પ૦
ભાવના-શતક
સુલભતા કાકતાલીય ન્યાય જેવી છે. તેની પ્રાપ્તિ સહજ સુલભતાથી નથી પણ અનેક ભવના દુઃખને અનુભવ અને પ્રયાસ થયા પછી જ તેની પ્રાપ્તિ થાય છે. અનેક મુશ્કેલીઓ ખમ્યા પછી મળેલાં આ રત્નને વિષયભોગની લાલસામાં ને લાલસામાં તુચ્છ વસ્તુ મેળવવામાં ખરચી નાંખે, તો ખરેખર એમ જ કહેવાય કે તેણે ચિંતામણિ રત્નને જાળવવાને બદલે સમુદ્રના અથાગ પાણીમાં ફેંકી દીધું અને આવા કૃત્યને માટે તેને મૂર્ખના શિરોમણિનું જ સર્ટિફિકેટ કે ઉપનામ આપી શકાય.
દષ્ટાંત–એક દરિદ્ર બ્રાહ્મણ કોઈ એક બંદરકાંઠે વહાણમાં મુસાફરી કરતા મુસાફરો પાસેથી દક્ષિણ લેવાની આશાએ જતો હતો. મહીનામાં ચાર છ વખત તેવો પ્રસંગ મળતો તેના ઉપર તે બ્રાહ્મણને જેમ તેમ નિર્વાહ ચાલતો. એકદા તેની સ્ત્રીને પ્રસુતિને પ્રસંગ આવ્યો. હમેશ કરતાં પૈસાની વધારે જરૂરીયાત પડી તથા બ્રાહ્મણને વધારે પ્રયત્ન કરવો પડયો. મુસાફરોની પાસે પૈસા મેળવવામાં વધારે આજીજી કરવી પડી તેમાં વખત વધારે લાગી જવાથી વહાણ હંકારી ગયું. થોડેક ચાલ્યા પછી બ્રાહ્મણને ખબર પડી. વહાણ ઉભું રાખવાને ઘણું કહ્યું, પણ તેની દાદ કેણું સાંભળે ? આખરે રોતે કકળતો બીજા મુસાફરોની સાથે તે પડયો રહ્યો. રસ્તામાં જ્યારે તેની નિરાધાર સ્ત્રી યાદ આવતી ત્યારે ઘણું દુઃખ લાગી આવતું, પણ પાછા વળવાને કોઈ ઉપાય તેના હાથમાં રહ્યો નહતો. કેટલેક વખતે દૂર દેશાવરમાં તે નિકળી ગયો. ત્યાં ઘણું કષ્ટથી કોઈ દેવતાનું આરાધન કરતાં પુણ્યયોગે તેને ચિંતામણિ રત્ન મળી ગયું. ખુશી થતો તે બ્રાહાણ પિતાના દેશ તરફ પાછો વળે. ચિંતામણિ રત્નને ખીસામાં પોકેટમાં કે લુગડાને છેડે ન બાંધતાં હાથમાં ને હાથમાં રહેવા દીધું, એવા ભયથી કે વખતે કોઈ ખીસ્સે કાતરી જાય કે ગાંઠ છેડી જાય. માણસેએ ઘણું સમજાવ્યા છતાં તેણે બીજે ક્યાંય ન રાખતાં હાથમાં જ રત્ન રાખ્યું. હાથ પણ