________________
૩૫૪
ભાવના-શતક, અને મધુર ફળ છે તે ધર્મનું સ્વરૂપ જાણવાની અગત્ય કંઈ થોડી નથી, અર્થાત્ ધર્મનું સ્વરૂપ જાણવાની દરેકને પુરેપુરી અગત્ય છે, માટે કહ્યું છે કે “નાનારિ વં તરવર્ષિયા.” – શબ્દ જિજ્ઞાસુને ઉદેશી વપરાયેલ છે. અર્થાત હે જિજ્ઞાસુઓ ! ઉપર બતાવેલ ફળની હારે ઈચ્છા હોય તે ધર્મના સ્વરૂપની પિછાન કર. તે પણ ઉપલક દૃષ્ટિથી નહિ, પણ તત્ત્વ બુદ્ધિથી; કોઈના કહેવા ઉપરથી નહિ પણ હેતુ ન્યાયપૂર્વક પર્યાલોચન કરવાથી, ઉપલક દૃષ્ટિથી જોતાં ધર્મનું ખરું રહસ્ય જાણી શકાતું નથી. તેમ આજકાલ તેવા નિષ્પક્ષપાતી માણસે પણ ચેડા જ ઉપલબ્ધ થાય છે કે જેઓ પિતાના માની લીધેલા એકદેશી વિચારોને ભેળવ્યા સિવાય ધર્મનું (pure) શુદ્ધ સ્વરૂપ બતાવે. ઘણાખરા ધમના ઉપદેશકો તે દુકાનદારની પેઠે “મારું તે જ સારું, બીજા કોઈની પાસે સારૂં નથી; એકલા અમે જ ધર્મના ખરા પ્રકાશક છીએ, અમારી પાસેથી જ મોક્ષનું સર્ટીફિકેટ મળી શકશે, બીજા પાસેથી નહિ મળે” એવી રીતે બીજાને તિરસ્કાર કરી પોતાની જ મહત્તાના બણગા ફુકયા કરે છે. જેઓ દુરાગ્રહથી વિતંડાવાદ કરી ખંડન મંડનની પ્રવૃત્તિમાં પડે છે, તેઓના કથન ઉપરથી ધર્મનું રહસ્ય કક્યાંથી જાણી શકાય ? પ્રથમ તે ધર્મની ખરી કુંચી જે સત્ય, તેની જ તેમનામાં ખામી હોય છે. રાગદ્વેષ અને પક્ષપાતથી તેઓની રીતિ ઉલટી સુલટી હોય છે એટલે કે તેઓ કાળી બાજુને ઉજળી તરીકે અને ઉજળી બાજુને કાળી તરીકે દર્શાવે છે, તેથી માત્ર કથન ઉપર પણ વિશ્વાસ રખાય તેમ નથી. ઘણું મતવાદીઓમાં કદાચ ગણ્યા ગાંઠથા સત્યવાદી નિષ્પક્ષપાતી હોય તે તેઓની પણ પરીક્ષા વિના અચાનક એળખાણ પડી શકતી નથી, એટલું જ નહિ પણ દુનીયામાં દંભનું જોર હોવાથી કેટલીક વાર અંદરખાને રાગદ્વેષથી ભરેલા પણ ઉપરથી મધ્યસ્થતટસ્થતાને ડાળ રાખનારા કેટલાએક દંભી મહાત્માઓ પિતાને એક શુદ્ધ મહાત્મા તરીકે ઓળખાવે છે અને ઘણું ભેળા લોકો