________________
૫૬
ભાવના-શતક માટે અંધશ્રદ્ધા અજ્ઞાનને દૂર કરી તાત્વિક બુદ્ધિથી ધર્મની પિછાન કરવી. (૯૦-૯૧)
केनोको धर्मः सत्यम् ? यस्य न रागद्वेषौ । नापि स्वार्थो ममत्वलेशो वा ॥ तेनोक्तो यो धर्मः । सत्यं पथ्यं हितं हि तं मन्ये ॥१२॥
કેવા પુરૂષને બતાવેલો ધર્મ યુકત ગણાય?
અર્થ-જેનામાં રાગ અને દ્વેષને સર્વથા વિલય થયે હેય, દ્રવ્ય કીર્તિ ગૌરવ કે પ્રતિષ્ઠા મેળવવાની સ્વાર્થવૃત્તિ નથી, જેને ખોટું કે સાચું પણ મારું કહેલું કે માનેલું સત્ય છે એવો આગ્રહ કે મમત્વ લેશ માત્ર પણ નથી, તેવા પરમાર્થી પુરૂષે કેવળ લોકના ઉપકાર અર્થે બતાવેલ જે ધર્મ, તે ધર્મ સત્ય, ૫થ્ય અને હિતકારક હોઈ શકે, અને બુદ્ધિની કસોટી ઉપર પણ તે ચડી શકે. માટે તેવા પરમાર્થી પુરૂષે આચરેલો અને તે જ પ્રમાણે દર્શાવેલો ધર્મ શ્રેષ્ઠ માની શકાય છે. (૯૨).
વિવેચન–આગલા કાવ્યમાં જણાવ્યું કે ધર્મની પ્રથમ પરીક્ષાને આધાર તે ધર્મના પ્રકાશક અથવા ઉપદેશક પુરૂષ ઉપર છે. રસાયણિક દવા સારી કે ખરાબ નિપજવાનો આધાર તેની બનાવટ કરનાર વૈદ્ય ઉપર રહે છે. સારે ઉસ્તાદ વૈદ્ય જોઈતા પ્રમાણમાં વસ્તુઓ મેળવી, જેઈતા પ્રમાણમાં પુટ આપી, પકવી, અસરકારક ઉત્તમ દવા બનાવે છે. સારાને બદલે અજાણ હકીમ–ઉસ્તાદને હાથે તે ને તે વસ્તુઓની માત્રામાં, પુટમાં, પકવવામાં ફેરફાર પડવાથી એવી ખરાબ દવા બને છે કે જે દર્દીને હઠાવવાને બદલે વધારી નાંખે. એક કહેવત છે કે “ નીમ મુલ્લા ખતરે ઈમાન, નીમ હકીમ ખતરે જાન. ” અર્થાત અધુર ગુરૂ ધર્મને જોખમમાં નાંખે છે અને અધુરે હકીમ-વૈદ્ય દર્દીની જાનને જોખમમાં નાંખે છે.