________________
ધર્મ ભાવના
૩૫૩ ઉપલક બુદ્ધિથી કરવાનું નથી, પણ નિષ્પક્ષપાતપણે તારિક બુદ્ધિવડે તું ધર્મને વિચાર કર. (૯૦).
ધર્મની પરીક્ષા. મતવાદીએ બહુધા દુરાગ્રહના આવેશવાળા હોય છે, જેથી તેઓ ખરું તત્વ શોધી શકતા નથી અને બતાવી પણ શકતા નથી, કિન્તુ અમે કહીએ છીએ તે જ સત્ય છે, અમે માનીએ છીએ તે જ તત્ત્વ છે, બીજાની પાસે સત્ય નથી એમ મહેઢેથી બોલ્યા કરે છે. પણ તે વચને દુરાગ્રહવાળા હોવાથી વિશ્વાસ રાખવાલાયક કે ગ્રહણ કરવાલાયક ગણી શકાય નહિ, માટે તેના ઉપર મોહી જવું નહિ; કિન્તુ પિતાની વિચારશક્તિ અને પરીક્ષા બુદ્ધિની કસોટી ઉપર તે વચનને તપાસી ગ્રહણ કરવાલાયક હોય તે ગ્રહણ કરવાં. (૯૧).
વિવેચન-જગતમાં ઈચ્છવાલાયક સામાન્ય રીતે ત્રણ ચીજો ગણાય છે, ઋદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ. હિમાં માનષિક અને દિવ્ય તમામ વૈભવોનો સમાવેશ થાય છે. સિધિમાં અણિમા આદિ વિભૂતિઓ, જંધાચરણ વિદ્યાચારણ વગેરે લબ્ધિઓ અને ચમત્કારિક શક્તિઓને સમાવેશ થાય છે. શુદ્ધિ શબ્દથી કર્મનાં આવરણે દૂર થતાં જે આત્માની વિશુદ્ધિ થાય તે વિશુદ્ધિ આંહિ અભિપ્રેત છે. અહિ એ સંસારી જીવોની ઈચ્છાને વિષય છે, સિદ્ધિ ગીઓની ઇચ્છાને વિષય છે અને શુદ્ધિ જિજ્ઞાસુ અને મુમુક્ષુ જીવોને સ્પૃહણીય છે. સાધારણ રીતે દુનિયાની દરેક પ્રવૃત્તિનું લક્ષ્ય આ ત્રણમાંનું કોઈ પણ એક હોય છે. જેને માટે દુનિયાના લોકો મથન કરે છે, દેશ વિદેશ ભટકે છે, જીદગીને પણ જોખમમાં નાખે છે, શારીરિક કષ્ટ વેઠે છે, તે ત્રણે ચીજે મેળવવાનું મુખ્ય સાધન એક ધર્મ છે. માત્ર ધર્મ જ એક એવું ક્ષેત્ર છે કે જેમાં ઋદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ એ ત્રણેને પાક આબાદ ઉતરે છે. જે ધર્મનું આટલું બધું વિશાળ