________________
એધિદુર્લભ ભાવના. થાય, અને પરાક્રમથી સતત પ્રયાસ કરે, તે સૈન્ય એકઠું કરી કઈ શત્રુની સાથે લડી, કદાચ રાય પણ મેળવી શકે. શિવાજીએ સાધારણ સ્થિતિમાંથી પ્રયાસ કરી, મરાઠા સૈન્યને ભેગું કરી પરાક્રમથી લડાઈ કરી, રાજ્યને વિસ્તાર વધાર્યો. ઈદની પદવી પણ તપના બળથી પ્રાપ્ત થાય છે. પૂરણ તાપસે ચમરેંદ્રની, તામલી તાપસે ઈશાનેંદ્રની અને કાર્તિક શેઠે શકેંદ્રની પદવી તપોબળથી મેળવ્યાના દાખલા ભગવતી સૂત્રમાં મશહુર છે. સભાપતિનું પદ, રાજ્ય પદ અને ઈદ્રપદ એ ત્રણ પદવીઓ જે કે સહજ મળી શકે તેમ નથી, પ્રયાસસાધ્ય છે, પણ તે બોધિરત્ન-સમ્યફ દૃષ્ટિ જેટલું દુષ્યાપ્ય નથી. ઉપલક દષ્ટિએ એ ત્રણ પદવીઓ ભપકાદાર અને
હેટી લાગે છે, પણ ખરી રીતે જોતાં બોધિરત્ન જેટલી તેની મહત્તા નથી. તે પદવીઓ થોડા દિવસ, થોડા માસ, થોડાં વર્ષ, કે થોડા સાગરોપમ સુધી પિતાને ચળકાટ બતાવે છે. એકેક ભવની જ મહત્તા મેળવી આપે છે. ત્યારે બોધિરત્નનો પ્રકાશ. તેની મહત્તા ભવોભવ પર્યત પહેચે છે, એટલું જ નહિ, પણ અનંત, અક્ષય, અવ્યાબાધ મેક્ષનો શાશ્વત આનંદ આપનાર પણ તે જ છે. ઈદ્રપદ કરતાં પણુ જેની કિસ્મત વધારે છે, એવું બોધિ રત્ન કે જે મોક્ષનું પ્રથમ સાધન છે, સાધારણ મનુષ્યને પ્રાપ્તિને સંભવ કાકતાલીય ન્યાયને જ અનુસરે છે. એટલે કે જેમ કાગડાને બેસવું અને ડાળને પડવું એ આકસ્મિક યુગ છે, ખરી રીતે કાગડાના ભારથી તાડવૃક્ષ પડી શકતું નથી, પણ કાળ જતાં જીર્ણતાના વેગથી તાડવૃક્ષને પડવાનું હતું જ એટલામાં કાગડો ઝાડ ઉપર બેઠે, લોકોને કહેવાનું મળ્યું કે “કાગડે બેઠે ને ઝાડ પડયું” તેવી જ રીતે એક જીવને સંસાર અટવિમાં પરિભ્રમણ કરતાં અશુભ કર્મનો ઘસારો થાય છે ત્યારે મનુષ્યને ભવ, પૂર્ણ ઈતિ, નીરોગી શરીર અને લાંબુ જીવન વગેરે વસ્તુને વેગ મળે છે, અને તેમાં બોધિરત્નની પ્રાપ્તિ થાય છે. તે સાધારણ રીતે સહજ-સુલભ માની શકાય, પણ ખરી રીતે તે