________________
૨૨૬
ભાવના-શતક દેખાય છે સૈથી ન્હાને પણ તેની સત્ત આધક છે. તે એકલો દશ હજારની સંખ્યાનો પ્રતિનિધિ છે. જે તેને ભુંસાડી નાંખવામાં આવે તો “૧૨૩૪૫” એ સંખ્યામાં દશ હજારનો ઘટાડો થાય છે, એટલે માત્ર ૨૩૪૫ રહે છે. બીજે નંબરે બગડે છે, તે બે હજારની સંખ્યાને પ્રતિનિધિ છે. તેને ભુસાડી નાંખતાં ૩૪૫ રહે છે. ત્રીજો આંકડા ત્રણસેને ઠેકાણે છે. તેને શું સાડતાં માત્ર ૪૫ રહે છે. ચાગડાને ભેસાડતાં માત્ર પાંચ રહે છે, એટલે કે આગળ આગળના એકેક આંકને ભુંસાડતાં સંખ્યામાં હેટો ઘટાડો થાય છે. તેવી રીતે એકડાને સ્થાને મિથ્યાત્વ, બગડાને સ્થાને અવિરતિ, ત્રગડાને સ્થાને પ્રમાદ, ચેગડાને સ્થાને કષાય અને પાંચડાને સ્થાને ગ છે. આ પાંચે આશ્રવના પાંચે દ્વાર ખુલ્લાં હોય તો આત્માના કોઠારમાં એક ક્ષણે ૧૨૩૪૫ કર્મની વર્ગણાઓની આવક છે, એમ કલ્પના કરીએ તો તેમાંથી એકડારૂપ મિથ્યાત્વને કહાડી નાંખતાં દશ હજાર જેટલી આવક ઘટી જાય. બગડારૂપ અવિરતિના દ્વારને બંધ કરતાં ૧૨૩૪૫ માંથી બાર હજારની આવક ઓછી થઈ. ત્રગડારૂપ પ્રમાદને રેકતાં બાર હજાર ત્રણસેની આવક ઘટી. ચોગડા રૂ૫ કષાયને રેકતાં માત્ર પાંચની જ આવક રહી. બાર હજાર ત્રણસેં ને ચાલીસની આવક બંધ થઈ ગઈ. પાંચડારૂપ ગને પણ રોકવામાં આવે તો કર્મની આવક સર્વથા અટકી જાય. ખરી રીતે તો એકેક સમયે કર્મની અનંતી વર્ગણાઓ કર્માશયમાં પ્રવેશ કરે છે. પણ મિથ્યાત્વ અવિરતિ વગેરે દ્વારોનું પરસ્પર તારતમ્ય સમજાવવાને ૧૨૩૪૫ એ સંખ્યા એક દષ્ટાંત તરીકે અહિ ક૯પી છે. આ જીવને ભવભ્રમણ કરાવનાર કે સંસારસમુદ્રમાં ગોથાં ખવરાવનાર તરીકે જે કેઈએ વધારે ભાગ ભજવ્યો હોય તો તે મિથ્યાત્વ છે. ભૂતકાળમાં આત્માની વધારે નુકસાની મિથ્યા જ કરી છે અને વર્તમાનમાં પણ કર્મની આવક વધારી આત્માને દુર્ગતિના ઉંડા કુવામાં નાંખનાર પણ તે જ છે, તેથી આશ્રવનાં પાંચ દ્વારમાં તેનો નંબર