________________
૨૪૬
ભાવના-શતક.
99
મહાવીરે કહ્યું, હું શ્રેણિક! આ બધું મનના વેગને આભારી છે. એટલું જ નહિ પણુ જો આ દેવતા પ્રસન્નદ્ર રાજર્ષિના કેવળ મહાત્સવ કરવા જાય છે. આટલી વારમાં તા તેણે ચારે ધનધાતી ક્રર્મીને ખપાવી દીધાં અને કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉત્પન્ન કર્યા. मन एव मनुष्याणां । कारणं बन्धमोक्षयोः II અર્થાત્—બંધનું અને મેાક્ષનું કારણુ મન જ છે' એ વાત ખાટી નથી. શ્રેણિક રાજાને પણ ખાત્રી થઈ કે મનના વેગ અસાધારણ છે. વચનયેાગ અને કાયયેાગ સાથે પણ મનયેાગ તા આતપ્રાત–વ્યાપક છે. મન વિના વચન અને કાયા પણ કામ કરતાં નથી. તેથી મનને પકડવાના પ્રયાસ કરવા. ખરાબ વાસના અને ખરાબ સંસ્કારાથી મનને બચાવવું. મનની જેટલે અંશે અશુદ્ધિ થશે એટલે અંશે યાગની દુષ્ટતા થશે. જેમ જેમ દુષ્ટ યાગ તેમ તેમ કની વૃદ્ધિ આશ્રવના વધારે થશે. માટે પ્રથમથી મનનાં દૂષાને દૂર કરવાં. જો કે નદીના પૂરને અટકાવવાના કામ કરતાં આ કામ વધારે મુશ્કેલ છે, તથાપિ અશક્ય તે। નથી જ. ગીતાના છઠ્ઠા. અધ્યાયમાં કહ્યું છે કે—
66
चञ्चलं हि मनः कृष्ण । प्रमाथि बलवद्दृढम् ॥ तस्याहं निग्रहं मन्ये । वायोरिव सुदुष्करम् ॥ १ ॥ असंशयं महाबाहो । मनोदुर्निग्रहं चलम् ॥ અભ્યાસેન તુ જૌન્તેય । વૈરાગ્યે જ ગૃહ્યસે ॥ ૨ ॥ અર્થ—હે કૃષ્ણ ! માણસનું મન બહુ હટાવી દે તેવું બલવાન અને મજબૂત છે, તેના નિગ્રહ કરવા તે વાયુના ઉપર સત્તા મેળવવા બરાબર મુશ્કેલ છે. હે અર્જુન ! મન ગૂંચળ છે એ વાત તા ખરી, પણ તેનેા નિગ્રહ ન થઈ શકે તે ખરૂં નથી; અલબત્ત તે દુર્નિગ્રહ એટલે મુશ્કેલીથી કબજે થઈ શકે તેવું છે, પણ પ્રયત્નથી કબજે થઈ શકે. તેને પકડવાનાં બે સાધન
ચંચળ છે, માણસને