________________
સંવર ભાવના.
૨૬૯ બીજાના દોષો દેખવા કે કાઢવા સહેલા છે પણ પોતાના દોષ તરફ. કઈ જુએ છે ? તું તારા શરીર તરફ તો નજર કર કે તે કેવું ખરાબ થઈ ગયું છે ? આજે તને ખોરાક પચતો નથી. જીર્ણ જ્વર પણ આવી જાય છે. હેરો ફિકકો થઈ ગયો છે. લોહીમાંથી લાલાશ નિકળી ગઈ છે. આનું કારણ શું, તેને તને વિચાર થાય છે? શિષ્ય કહ્યું, મહારાજ ! વિચાર તો થાય છે પણ તેનો શે ઉપાય ? એ તો શરીરનો ધર્મ છે. દેહના દંડ દેહને ભેગવવા. ગુરૂએ કહ્યું, હે ભાઈ! આમાં દેહને દોષ નથી, પણ તારે પોતાનો જ દેષ છે. બગીચાની અને તારા શરીરની સ્થિતિ લગભગ સરખી થઈ છે. આ બગીચાનો માલેક હાજર હતો અને તે નિયમિત રીતે સાફસુફ થતો હતો ત્યારે રમણીય લાગતો હતો, પણ માલેક હમણું પરદેશ ગયો છે, પછવાડે માણસો સાર સંભાળ કરતા નથી, તેથી તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તેમ તું પણ પ્રથમ નિયમિત રીતે દરેક ક્રિયા કરતો, તેથી તારું શરીર સુંદર રહેતું, તેની સાથે મન પણ સારું રહેતું હતું. કેટલાક વખતથી તેં ક્રિયાઓ કરવામાં પ્રમાદ, કરવા માંડયો છે. આ ક્રિયાઓની દરરોજ શું જરૂર છે ? એ ન કરીએ તો એથી શું નુકસાન છે? એમ ધારી તને તે ઉપર કંટાળા આવ્યો અને બધી ક્રિયાઓ લગભગ મૂકી દીધી તેનું ફળ તને મળ્યું કે તું આજે અનુભવે છે. જે નિયમિત રીતે ક્રિયા ક્રમપૂર્વક ચાલુ રાખી હોત તો આલસ્ય કે જે એક આત્માને દુશ્મન છે તેનો પ્રવેશ થાત નહિ. દરરોજ પાપનું આલોચન થવાથી મન પણ સાફ રહેતા અને તેથી વૈરાગ્ય દશા પણ જાગૃત રહેત. વૈરાગ્ય તાજે રહેવાથી ખાવાની આસક્તિ વધત નહિ અને અપચો કે જીર્ણજવર પણ આવત નહિ. આજે જે શારીરિક કષ્ટ ભોગવવું પડે છે તેવો વખત આવત નહિ. માટે હે ભદ્ર! માળીની અનિયમિતતા અને પ્રમાદથી જેમ બગીચાની દુર્દશા થઈ છે, તેમ તારા પ્રમાદથી તારી પણ દુર્દશા થઈ છે. ગુરૂના હિતબધે શિષ્યના મન ઉપર ઘણું ઉંડી