________________
૨૯૪
ભાવના-શતક. ક વેયાવચ્ચ–આચાર્ય ઉપાધ્યાય શિષ્ય મિલાન તપસ્વી સ્થિવર
સાધર્મી કુળગણ અને સંધની પિતાની જાતે સેવા બજાવવી,
તે વેયાવચ્ચ ત૫. ૪ સઝાય-ધર્મશાસ્ત્રનું વાંચન કરવું, તેમાંથી પ્રશ્નાદિક પૂછવા,
ધર્મચર્ચા કરવી, મનન કરવું અને બીજાઓને તેને ઉપદેશ
કરવો તે સ્વાધ્યાય ત૫. ૫ ધ્યાન આર્ત અને રૌદ્ર ધ્યાનને ત્યાગ કરી ધર્મ અને શુકલ
ધ્યાન ધરવું, તે ધ્યાન તપ. વ્યુત્સર્ગ–કાઉસગ્ન-મન-વચન અને કાયાની ચપળતા કે પ્રવૃત્તિને રોકી ત્રણેની પૂરેપૂરી નિવૃત્તિ સાધવી, તે વ્યુત્સર્ગ અથવા કાઉસગ્ન તપ.
ઉપર પ્રમાણે છે બાહ્ય અને છ આભ્યન્તર, એકંદર બાર પ્રકારના તપમાં ધર્મના સર્વ અંગોને પ્રાયે સમાવેશ થઈ જાય છે. બાહ્ય અને આભ્યન્તર, માનસિક, વાચિક અને કાયિક તપ કરવું તે જ કર્મને નિર્જરવાનો અને આત્માને સ્વચ્છ બનાવવાને ખરે માર્ગ છે. તેમાં કોઈ જાતની લાલસા રાખવી ન જોઈએ. “નિમ. મેવાત્ર મ” અર્થાત “નો હોદયા નો પરાક્રયા નો વીત્તિવકસિ ચોથા નથિ નિક્રિયાણ. ( દશ. અ. ૯ મું. ઉ. ૪ થે ) આ લોકના સુખની ઈચ્છાથી નહિ, પરલોકના સુખની ઈચ્છાથી નહિ, આ લોક અને પરલોક બંને લોકોના સુખની ઇચ્છાથી નહિ, કીર્તિ મહત્તા કે પ્રશંસાની ઈચ્છાથી નહિ, કિન્તુ કેવળ કર્મને નિર્જરવા માટે તપ કરવું જોઈએ. તેથી નિરાશી ભાવે તપ કરવું તે જ શુભ તપ છે. ધન કીર્તિ કે અન્ય કોઈ વસ્તુના લોભથી તપ કરવું, તે મધ્યમ અથવા કનિષ્ઠ તપ ગણાય, માટે ભવ્ય જનોએ સકામ નિર્જરા માટે નિષ્કામ શુભ તપ આચરવું. ફળની ઈચ્છા ન રાખતાં બતાવેલ રીતિ પ્રમાણે તપ આચરવું એ જ ભવ્ય જનનું કર્તવ્ય છે. (૭૦)