________________
૩૦૬
ભાવના-શતક નિરૂક્ત છ પદાર્થો પૈકી આકાશાસ્તિકાય સર્વત્ર વ્યાપક છે, ત્યારે બીજા પાંચ તેના વ્યાપ્ય છે. એટલે આકાશ પાંચ દ્રવ્યની સાથે પણ છે અને પાંચથી બહાર પણ છે. તે અનન્ત છે, એટલે તેને છેડે કેઈ લઈ શકે નહિ, તે આકાશાસ્તિકાયની વચ્ચે છ દ્રવ્યના સમૂહરૂ૫ લેકતવ વિદ્યમાન છે. (૭૪)
વિવેચન–જેમ વન શબ્દ જુદી જુદી જાતનાં ઝાડને સમૂહ વાચક છે, અર્થાત્ ઝાડોને સમૂહ તે જ વન. ઝાડના સમૂહ સિવાય વન જેવી બીજી કોઈ વસ્તુ નથી, તેમ લોક શબ્દ પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો સમૂહવાચક છે. ધમસ્તિકાયાદિ છ દ્રવ્યોને સમૂહ તે જ લેક. છ દ્રવ્યોના સમૂહ સિવાય લોક જેવી કોઈ જૂદી વસ્તુ નથી. અથવા જે જમીનમાં વૃક્ષોને સમૂહ છે તે વૃક્ષવાળી જમીનનું નામ જેમ વન છે, તેમ જે આકાશવિભાગમાં ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યોને સમૂહ છે તે સમૂહવાળા આકાશવિભાગનું નામ લોક છે. આકાશ એ છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય છે. જૈન શાસ્ત્રમાં એકંદર છે દ્રવ્યોત છે. છ દ્રવ્યમાં જગતના સર્વ પદાર્થોને સમાવેશ થાય છે, અર્થાત જગતમાં આ છ દ્રવ્ય સિવાય સાતમું દ્રવ્ય–તવ નથી. છમાં પ્રથમ દ્રવ્ય ધર્મ-ધર્માસ્તિકાય છે. જેમ પૃથ્વી ઉપરના વાતાવરણમાં હવા ભરી છે, સમુદ્રમાં પાણી ભર્યું છે તેમ લોકના સર્વ ભાગમાં ધર્માસ્તિકાય નામને પદાર્થ ભર્યો છે. હવા અને પાણી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં છે, તેથી નજરે દેખાય છે, તેને સ્પર્શ થાય છે, ત્યારે ધર્માસ્તિકાયમાં રૂપ, રંગ, ગંધ, રસ કે સ્પર્શ નથી, તેથી નજરે દેખાતું નથી, તેમ તેને સ્પર્શ પણ થઈ શકતો નથી, એટલે તે આપણું ઈકિયાથી ગ્રાહ્ય નથી, પણ લક્ષણગમ્ય છે અથવા અતીતદર્શી કે કેવળજ્ઞાનીને પ્રત્યક્ષ ગ્રાહ્ય છે. ગતિવાળા પદાર્થો-જીવ અને પુગલને ગતિ કરવામાં મદદ કરનાર ધર્માસ્તિકાય છે. જેમ માછલામાં ગતિ હોવા છતાં પણ પાણી વગરની જમીનમાં તે ચાલી શકતું નથી, કમળમાં ખીલવા ગુણ હોવા છતાં સૂર્યોદય