________________
૩૨૯
લોક ભાવના ખિજમતમાં એક બે નોકરો રાખવામાં આવ્યા. થોડા દિવસ તે ત્યાં રહ્યો, પણ પછીથી તેને પિતાનું કુટુંબ સાંભરી આવ્યું. આ મજાને સંદેશ પહોંચાડવા ત્યાં જવાનું તેને મન થયું. અહિથી ક્ટવાને જીવ તલપાપડ થવા લાગ્યો. આખરે એકાંતની તક જોઈ પિતાનાં જુનાં વસ્ત્રો પહેરી ભાગી ગયો. કુટુંબીઓની પાસે ગયો અને ઘણું સ્નેહથી તેમને ભેટયો. તેઓ પૂછવા લાગ્યા કે આટલા દિવસ સુધી ક્યાં જતો રહ્યો હતો? અમે તે તને શોધી શોધીને થાકી ગયા. તેણે કહ્યું કે હું તો એક ઘડાવાળાની સાથે ગયા હતા, ત્યાં ભારે મજા હતી. સંબંધીઓએ પૂછયું, શેની મજા હતી? તેણે કહ્યું: વાહ! વાહ! બહુ જ મજા! તેઓએ પોતાનાં સારામાં સારાં લુગડાં, વાસણ, ખોરાક, ઝુંપડી બતાવી કહ્યું કે આવી વસ્તુઓ તને મળી હતો? તેને કહ્યું, આથી પણ વધારે સારી. તે ભિલે જે જે જોયું ચાખ્યું, સુંદયું, સ્પર્યું અને અનુભવ્યું તે બધું મનમાં જાણે છે પણ શબ્દથી બોલવાને સમર્થ થયો નહિ, કારણકે તે સુખ બતાવવાને તેની પાસે શબ્દો જ હતા નહિ, તેથી બધા કહેવા લાગ્યા કે તું જુઠો છે. આથી વધારે બીજું કોઈ સુખ જ નથી. “મુંગે સ્વમા ભયા, સમજ સમજ પિછતાય” એની માફક બિલ મનમાં ને મનમાં મુઝાઈ બેસી રહ્યો.
આમાંથી સમજવાનું એ છે કે ભિલ્લે ઈદ્રિયજન્ય સુખને જે અનુભવ કર્યો હતો, તેનું પણ તેનાથી વર્ણન થઈ શકયું નહિ, તેમ આત્માના સુખનું કે સિદ્ધના વાસ્તવિક આનંદનું વર્ણન કઈથી પણ થઈ શકે તેમ નથી, કારણ કે તેને કોઈ ઉપમા લાગી શકતી નથી. ખરેખર તે અનુપમ સુખ છે. આવી રીતે ઉંચામાં ઉંચે સ્થાને સંપૂર્ણ નિરૂપાધિક દુઃખરહિત એકાંત સુખ છે, ત્યાંથી નીચે નીચે સુખની ન્યૂનતા થતાં, ત્રિછા લેકમાં મધ્યમ સ્થિતિ અને અધેલોકમાં દુઃખ દુઃખ ને દુ:ખ છે. અધેલોકમાંથી ઉર્ધ્વ ઉર્વી