________________
૩૪૮
ભાવના–શત
ચાગે જ તેની પ્રાપ્તિ થાય છે. પરીક્ષક ઝવેરીઓ રત્નની પૂરતી સંભાળ રાખે છે, પણ અબુઝ જંગલી માણસે તેને જ્યાં ત્યાં ફેંકી દે છે; તેમ સુજ્ઞ પુરૂષો વિષયભેગમાં મનુષ્યભવરૂપ રત્નને ક્ષય કરતા નથી, પણ ધર્મ કરણી કરી તેનું જતન કરે છે. મનુષ્યભવના સદ્વ્યય અને દુર્વ્યયના સંબંધમાં સોમપ્રભસૂરિએ “સિંદૂરપ્રકર' નામે ગ્રંથમાં સારો ચિતાર આપ્યો છે. આ સ્થળે તેનું નિદર્શન અનુચિત ન ગણાય.
इन्द्रवज्रावृत्तं । यः प्राप्य दुष्प्राप्यमिदं नरत्वं । धर्म न यत्नेन करोति मूढः ॥ क्लेशप्रबन्धेन स लब्धमधौ ।
चिन्तामणिं पातयति प्रमादात् ॥ १ ॥ અર્થ—-જે માણસ દુર્લભમાં દુર્લભ મનુષ્યપણું પામી યત્નપૂર્વક ધર્મ કરતું નથી, તે મૂઢ પુરૂષ મુશ્કેલીથી મળેલાં ચિંતામણિ રત્નને પ્રમાદ–ગફલતથી સમુદ્રમાં નાંખી દે છે. વળી કહે છે કે -
स्वर्णस्थाले क्षिपति स रजः पादशौच विधत्ते । पीयूषेण प्रवरकरिणं वाहयन्स्यैन्धमारम् ॥ चिन्तारत्नं विकिरति कराद्वायसोझयनाथ ।
यो दुष्प्रापं गमयति मुधा मयंजन्म प्रमत्तः ॥ २ ॥
અર્થ-જે માણસ દુષ્માપ્ય મનુષ્યજન્મ પ્રમાદી થઈ વ્યર્થ ગુમાવી નાંખે છે, તે માણસ સોનાની થાળીમાં ધૂળરજ નાંખે છે, અમૃતથી પાદપ્રક્ષાલન કરે છે, હાથીની પીઠ ઉપર ઈધણ લાદે છે, કાગડાને ઉડાડવા ચિંતામણું રત્ન હાથમાંથી ફેંકી દે છે, અર્થાત સોનાની થાળી, અમૃત, હાથી અને ચિંતામણિ રત્ન જેવી ઉત્તમ