________________
૩૭૭
બાધિદુર્લભ ભાવના પ્રાણુઓ મનુષ્ય સિવાયની એકિયાદિક યોનિમાં રખડે છે કે ૧. અનુક્રમે ભટકતાં ભટકતાં કદાચ કર્મની હાનિ થાય, અર્થાત અશુભ કર્મોનું દબાણ કમી થાય અને કંઈક અંશે આત્મશુદ્ધિ થાય, ત્યારે છો મનુષ્યનો અવતાર મેળવે છે. ૨ |
ઉત્તરાધ્યયનની ઉપલી ગાથાઓમાં અન્ય અવતાર સાથે મનુષ્ય અવતારની સરખામણ ગર્ભિત રીતે કરી છે. પ્રાયે બીજા અવતારો કર્મના દબાણથી અશુભ કર્મના જોરથી પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્ય અવતાર કર્મની શુદ્ધિ થવાથી કર્મની અશુભતા ઘટવાથી પ્રાપ્ત થાય છે. આગળ કહ્યા પ્રમાણે પૃથ્વી આદિમાં ઘણા કાળ પર્યત દુઃખ ભગવતાં, અશુભ કર્મોને ખપાવતાં, જ્યારે શુભ કર્મની સત્તા વધે છે, ત્યારે મનુષ્યભવ મળે છે. એક રીતે દેવતાના ભવ કરતાં પણ મનુષ્યભવ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. તે એટલા માટે કે દરેક ધમચરણ અને તેનાથી થતી સંપત્તિ માત્ર મનુષ્યભવમાં મેળવી શકાય છે. મોક્ષના દરવાજા માત્ર એક જ જીવન માટે ખુલ્લા છે, અને તે મનુષ્યજીવન માટે જ. સર્વાર્થોસિદ્ધ મહાવિમાન સુધી ઉંચે ગએલા જીવો પણ મનષ્યમાં આવે છે, ત્યારે જ મોક્ષે જઈ શકે, પરભાર્યા જઈ શકતા નથી. એટલા માટે જ સમજુ દેવતાઓ પણ મનુષ્યના ભવની ઇચ્છા રાખે છે. મનુષ્યના ઉદારિક શરીર કરતાં દેવતાનું વૈક્રિય શરીર ઉચ્ચ પ્રકારનું છે. મનુષ્યને સ્વતઃ વેકિય શક્તિ નથી. દેવતાને તે છે. મનુષ્યની બાહ્ય ઋદ્ધિ કરતાં દેવતાની ઋદ્ધિ વધારે છે, એ બધું ખરું, પણ તેમ છતાં જે કાર્યસિદિ દેવતાથી થઈ શકતી નથી તે સિદ્ધિ મનુષ્યપણામાંથી મેળવી શકાય છે. એટલા સારૂ જ મનુષ્યભવને રત્નની ઉપમા આપી છે. બધી દ્રવ્યની જાતિમાં જેમ રત્ન વધારે કિમતી ગણાય છે, તેમ બધા અવતારમાં મનુષ્યને અવતાર શ્રેષ્ઠ છે. રત્નો જ્યાં ત્યાં અને જેને તેને મળી શકતાં નથી, તેમ મનુબને ભવ પણ જ્યાં ત્યાં જેને તેને મળતા નથી. અત્યંત પુણયને
૨૨