________________
-
ઓધિલભ ભાવના
૩૩૫ બીજે કયાંય ન જાય. આવી રીતે પાંચ સ્થાવરમાં ઉત્કૃષ્ટો આટલો બધો વખત દરેક જીવને નિવાસ કરવો પડયો છે. સ્થાવર નામ કર્મનો વ્યય થતાં જ્યારે ત્રસ નામ કર્મનો ઉદય થયો, ત્યારે બેઈદ્રિય તેઈદ્રિય ચઉરિક્રિય અને પચેંદ્રિયમાં ક્રમે ક્રમે ચડશે, પણ ત્યાં પણ દરેક સ્થળે રોકાણુ તે ખરી. બેદ્રિય, તેઈદ્રિય અને ચઉરિંદ્રિય એ ત્રણેમાંના પ્રત્યેકની સંખ્યાત હજાર વરસની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. કર્મનું જે વધારે દબાણ હેય તો એ દરેકમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિએ વખત પસાર કરતો જ્યારે જીવ પંચૅકિયમાં આવે ત્યારે નાર્કી અને દેવતામાં તો એકેક ભવ જ થાય છે, કેમકે ત્યાં ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ છે. તિર્યંચ અને મનુષ્યમાં નિરંતર સાત આઠ ભવને નિવાસ થઈ શકે પણ તેમાં મનુષ્યભવ તો પૂરા પુણ્યને યોગે જ મળે, બાકીને માટે તો તિર્યંચને ભવ છે. ત્યાં ઉત્કૃષ્ટ સાત આઠ ભવ કરે. આ કાયસ્થિતિ પ્રમાણે એક સ્થાવરમાં લગોલગ અસંખાતા અને વનસ્પતિમાં તે અનંતા ભવ કર્યા, કેમકે પૃથ્વીની ભવસ્થિતિ ઉત્કૃષ્ટ બાવીસ હજાર વરસની, પાણીની સાત હજાર વરસની, અમિની ત્રણ અહોરાત્રની, વાયરાની ત્રણ હજાર વરસની અને વનસ્પતિમાં પ્રત્યેક દશ હજાર વરસની અને સાધારણની અંતમુંદ્રની, બેઈદ્રિયની બાર વરસની, તેઈદ્રિયની ૪૯ દિવસની, ચઉરિંદ્રિયની છ માસની, નાર્ક દેવતાની તેત્રીશ સાગરોપમની અને મનુષ્ય તિર્યંચની ત્રણ પલ્યોપમની છે. જઘન્ય ભવસ્થિતિ નાક અને દેવતાની દશ હજાર વરસની, બાકી બધાની અંતર્મુહૂર્તની છે, પણ અંતર્મુહૂર્તના અનેક ભેદ હોવાથી અંતર્મુહૂર્તમાં એક ભવ પણ થાય, અને અનેક પણ થાય છે; તે એટલે સુધી કે સાધારણ વનસ્પતિમાં ન્હાનામાં નહાના ભવો એક અંતર્મુહૂર્તમાં ૬૫૫૩૬ થાય છે, પ્રત્યેક વનસ્પતિમાં ૩૨૦૦૦, પૃથ્વી, પાણુ, અગ્નિ અને વાયુમાં ૧૨૮૨૪, બેઈદ્રિયમાં ૮૦, તેઈદિયમાં ૬૦, ચઉરિંદ્રિયમાં ૪૦, અસંજ્ઞી પંચેફિયમાં ૨૪ અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં એક અંતર્મુહૂર્તમાં એક ભવ