________________
એધિદુર્લભ ભાવના
૩૩૩
આ ત્રણની અપરિમિતતાને લીધે કમને વશે આ જીવને ધણું રિભ્રમણ કરવું પડયું છે. આ સંસારસમુદ્રમાં તરવાનાં સાધનેા કરતાં ખુડવાનાં સાધના ઘણાં જ વધારે છે. શાસ્ત્રમાં પણ પુણ્યના નવ પ્રકાર કહ્યા છે, તેા પાપના અઢાર પ્રકાર કહ્યા છે. પુણ્ય–ધમ કરવાના સ્વલ્પ કાળ છે, ત્યારે પાપને માટે અનંત કાળ છે; જો કે સમયે સમયે પુણ્ય અને પાપ અનૈના અધ થાય છે એમ કહ્યું છે, પણુ તે નિશ્ચયનયાશ્રિત વચન છે. આંહિ વ્યવહારમાં તેની અનુપયેાગિતા હાવાથી તેની અપેક્ષા લીધી નથી. સાધારણ રીતે જ્યાં ત્યાં આ જીવને પાપના યાગ મળવાથી અશુભ કર્મના લેપ થવાથી નીચ ચેનિમાં ઘણા વખત પસાર કરવા પડયા છે. એકેક ઠેકાણે કેટલા કેટલા વખત પસાર કર્યો, તે ઉપરના એ કાવ્યમાં જણાવ્યું છે. આ લેાકમાં નિષ્કૃષ્ટમાં નિષ્કૃષ્ટ સ્થાન નગેાદનું છે, કારણ કે ત્યાં એક શરીર અનંત જીવેાની ભાગીદારી વચ્ચેનું હાય છે. એક તા ભાગદાર ધણા અને બીજું તે શરીર કીડી કે કથવા જેવ ુ હાત તા હુજીએ ઠીક, પણ તે તા અત્યંત સૂક્ષ્મ હેાય છે, એટલે કે સેાયના અગ્ર ભાગ ઉપર કંદના જેટલા ભાગ રહી શકે તેટલામાં અસંખ્યાત શ્રેણી અને પ્રતર છે. એકેક શ્રેણી ઉપર અસંખ્યાત ગાળા છે, અને એકેક ગાળામાં અસ ંખ્યાત શરીર છે. ત્યારે વિચાર કરો કે એક શરીરના ભાગમાં કેટલી બધી થાડી જગા આવી?! આવા નિષ્કૃષ્ટ ક્ષુદ્ર શરીરમાં ઇંદ્રિય માત્ર એક સ્પર્શેન્દ્રિય જ છે. પિ ચાર છે પણ તે અનંત જીવા વચ્ચે છે. એટલે અનંતા જીવાને એક જ શ્વાસેાશ્વાસ–પર્યાપ્તિથી શ્વાસેાશ્વાસ લેવાના છે. તે જીવાની ભવસ્થિતિ ઘણી જ થાડી છે. તનદુરસ્ત માણુસના એક શ્વાસેાશ્વાસ જેટલા વખતમાં તા તેના ઝાઝેરા સાડાસત્તર લવ' થઈ જાય છે. આ રીતે એક અંતમુદ્ભમાં ૬૫૫૩૬ લવ કરે છે, એટલે ૫૫૩૬ વાર જન્મે છે, અને તેટલી વાર મરે છે. આશ્રય ભૂત તા એ છે કે મરી મરીને પુનઃ તે જ કાયમાં ઉત્પન્ન થાય છે. અર્થાત