________________
લાવના-ચાતક
नारके पशुगणे पुनः पुनयोपितोऽतिसमयः सुखोज्झितः ॥ ८३ ॥
એકેન્દ્રિયમાં ભ્રમણ. અર્થ–-ભૂતકાળમાં પાપને વેગે અશુભ કર્મોના દબાણથી આ જીવ નિગદના ગેળા કે જ્યાં ચૈતન્યશક્તિ એકદમ દબાયલી હેય છે અને એક સ્પર્શેન્દ્રિય પણ જ્યાં બહુ જ ઓછી શકિતવાળી હોય છે, ત્યાં ઉત્પન્ન થયા. અનંત છવ વચ્ચે એક શરીર પામ્ય, એટલું જ નહિ પણ સૂક્ષ્મ અને બાદર નિગદની અંદર નિરંતર અનંતકાળ–અનંતા પુદ્ગલપરાવર્તન સુધી નિવાસ કર્યો. બીજે ક્યાંય પણ ગયા વિના તેમાં ને તેમાં જ ભવભ્રમણ કર્યું. નિગોદમાં અનંત કાળ વ્યતીત કર્યા પછી, સૂક્ષમ અને બાદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિ એ દરેક સ્થળ, કે જ્યાં પણ કેવળ દુખ જ છે, ત્યાં અસંખ્ય કાળ-અસંખ્યાત ઉત્સર્પિણું અવસર્પિણી પર્યન્ત લગોલગ ભવભ્રમણ કર્યું. (૮૨)
વિકસેન્દ્રિયપણે ભ્રમણ. જ્યારે એકેન્દ્રિયમાં ભ્રમણ કરતાં, દુઃખ વેઠતાં, કંઈક અશુભ કર્મો ઓછાં થયાં, ત્યારે કંઈક ઉંચી પદવી ઉપર આવ્યો, એટલે એકેન્દ્રિયમાંથી આ જીવ બે ઈન્દ્રિયવાળો થયે. ત્યાં પણ સંખ્યાત કાળ સુધી પર્યટન કરીને અનુક્રમે ત્રીન્દ્રિય અને ચઉરિંદ્રિયમાં ઉપન્યો. ત્યાં પણ દુઃખ ભોગવતો ભગવતો સંખ્યાત કાળ પર્યન્ત ભમે. ત્યારપછી પંચેન્દ્રિયમાં પ્રવેશ કર્યો. તેમાં પણ નાર્થી તિર્યંચ કે જ્યાં પણ દુઃખ ને દુઃખ જ છે ત્યાં સુખ વગરને ઘણે કાળ વ્યતીત કર્યો, અને વારંવાર તે બે યોનિમાં જ ભવભ્રમણ કર્યું. (૮૩)
વિવેચન–જીવને ઉપજવાનું ક્ષેત્ર કાકાશ અપરિમિત છે, ઉપજવાની યોનિઓ પણ અનેક છે, અને કાળ પણ અપરિમિત છે.