________________
૩૦
ભાવના શતક,
જવાના અને આખરે લોકને અગ્રસ્થાને પહોંચવાના પ્રયત્ન કરવા, વા ભાવના ભાવવી, તે લેાકભાવનાનું રહસ્ય છે. આ કાવ્યમાં બતાવ્યું છે કે ઉપર જવું તે આત્માના સ્વભાવ છે, ત્યારે નીચે ઉતરવું તે કર્મની ગુરૂતાના સ્વભાવ છે. જેમ એક તુંખડાની ઉપર માટીને લેપ કરવામાં આવ્યેા હોય, તેા તે તુંબડું ભારે થઈને પાણીમાં ડુખે છે. લેપ દૂર થતાં તે પોતાના સ્વભાવથી પાણીની સપાટી ઉપર તરવા માંડે છે, તેમ આત્માને પણ જેમ જેમ કા વધારે ચેપ લાગે છે તેમ તેમ તે ભારે થઈને નીચે અધેાગતિમાં ચાા જાય છે. તેમાં મહા આરંભ મહા પરિગ્રહ, માંસાહાર અને પચે ક્રિયાની ધાત કરવી એ ચાર પ્રકારના કર્મથી નનું આયુષ્ય અધાય છે અને અધેલાકમાં ગમન થાય છે. માયા, ટ, વિશ્વાસધાત અને કાવત્રાં, જીરુ ભાષણુ અને ખાટાં તાલ માપ રાખવાં, એ ચાર કારણથી તિર્યંચની ગતિમાં જન્મ ધારણ કરવા પડે છે. ભદ્ર પ્રકૃતિ, સરળ સ્વભાવ, અનુકંપા, અને અમસરભાવ એ ચાર કારણથી મનુષ્યના જન્મ મળે છે. સરાગ સયમ, દેશવિરતિ, શ્રાવકપણું, બાળભાવ સહિતનું તપ અને અકામ નિર્જરા, એ ચાર કારણથી દેવગતિ મળે છે. ત્યારે રાગદ્વેષને સચા કાપી વીતરાગ દશા પ્રાપ્ત કરવાથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે, લેાકને અગ્રભાગે સિદ્ધ-મુક્તપણે નિવાસ થાય છે કે જે નિવાસ કાયમના છે, જ્યાં ગયા પછી કદી પણ પાછા ફરવાનું નથી. તેવી શાશ્વત સ્થિતિ પ્રાપ્ત થાય તો જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ સ`ટળી જાય, માટે ઉચ્ચ સ્થાન મેળવવાને કર્મોના કારણને દૂર કરી આત્મભાવ પ્રાપ્ત કરવા. પરભાવમાંથી સ્વભાવમાં સ્થિત થઈ લેાકભાવનાનું સ્વરૂપ ચિંતવવું. ( ૮૦-૮૧)