________________
બાધિદુર્લભ ભાવના.
૩૩૯ વસ્તુઓને કેવો ઉપયોગ કરવો જોઈએ અને પ્રમાદી માણસ કેવો ઉપયોગ કરે છે !!
શારિરીતિ | ते धत्तुरतरं वपन्ति भवने प्रोन्मूल्य कल्पद्रुमं । चिन्तारत्नमपास्य काचशकलं स्वीकुर्वते ते जडाः ॥ विक्रीय द्विरदं गिरीन्द्रसदृशं क्रीडन्ति ते रासभं ।
ये लब्धं परिहृत्य धर्ममधमा धावन्ति भोगाशया ॥ ३ ॥
અર્થ–-જે અધમ માણસે પ્રાપ્ત થએલ ધર્મને ત્યજી દઈ ભેગની આશાએ આમ તેમ ફાંફાં મારે છે, તે પોતાના ઘરમાં ઉગેલા કલ્પવૃક્ષને ઉખેડી તેને ઠેકાણે ધતુરે વાવે છે, ચિંતામણિ રત્નને છોડી કાચના કકડા ઉપાડે છે, પહાડ જેવા હાથીને વેચી તેને બદલે ગધેડે સ્વીકારે છે.
રિાવળિો | अपारे संसारे कथमपि समासाद्य नृभवं । न धर्म यः कुर्याद्विषयसुखतृष्णातरलितः ॥ ब्रुडन् पारावारे प्रवरमपहाय प्रवहणं । स मुख्यो मूर्खाणामुपलमुपलधुं प्रयतते ॥ ४ ॥ .
અર્થ–આ અપાર સંસારમાં કોઈ પણ રીતે મનુષ્યભવ પામી, જે માણસ વિષયસુખની તૃષ્ણામાં વિળ બની ધર્મ કરતા નથી, તે મૂખને સરદાર સમુદ્રમાં ડુબતાં ડુબતાં મળેલ વહાણને છોડી દઈ પથ્થરને પકડવા પ્રયત્ન કરે છે.
ઉક્ત ચારે કોમાં ઉત્તમ મનુષ્યભવને કેવી રીતે સદુપયોગ અને કેવી રીતે દુરૂપયોગ થાય છે, તે દૃષ્ટાંતપૂર્વક સમજાવ્યું છે. તેને ઉપયોગ ધર્મમાં કરવાથી તે કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન, અમૃત હાથી અને સેનાની થાળી જેવો ઉત્તમ બને છે, અને અન્યથા ધતુરા આદિ જેવો અધમ બને છે. (૮૪).