________________
હ૨૮
ભાવના-શતક
णवि अत्यि माणुसाणं । तं सोक्खं णविय सव्वदेवाणं ॥ जं सिद्धाणं सोक्खं । अव्वाबाहं उवगयाणं ॥ १ ॥ जं देवाणं सोक्खं । सव्वद्धा पिंडिअ अणंतगुणं ॥ णय पावइ मुत्तिसुहं । णताहि वग्गवग्गूहि ॥ २ ॥ सिद्धस्स सुहो रासी । सम्वद्धा पिंडिओ जइ हवेजा ॥ सोऽणंत वग्ग भइओ । सव्वागासे ण माएजा ॥ ३ ॥ जह जाम कोइ मिच्छो । नगरगुणे बहुविहे वियागंतों ॥ न चइए परिकहेउं । उवमाहिं तहिं असंतिए ॥ ४ ॥
-
ઉવવાઈ. અર્થ–દરેક જાતની બાધા-પીડાથી રહિત થએલા સિદ્ધ ભગવાન જે સુખ ભોગવે છે, તે સુખ મનુષ્ય કે દેવતા, કેઇને પણ નથી. ૧. દેવતાના સર્વ કાળનું સુખ એકત્ર કરી તેનું એક પિંડ બનાવી તેને અનંતગુણ કરીએ, એટલું જ નહિ, પણ તેને અનંતી વાર વર્ગને વર્ગ કરીએ તોપણ સિહના સુખની બરાબર તે સુખ થઈ શકે નહિ. ૨. સિદ્ધના સર્વ સુખનું એક પિંડ બનાવી તેના અનંતા ભાગ કરીએ, તેમાંનો એક ભાગ આકાશમાં વિખેરીએ, તે લોક અને અલોક બંનેને આકાશ ભરાઈ જાય, તે પણ તે ખુટે નહિ. ૩.
દષ્ટાંતકોઈ એક રાજા વનમાં ક્રિડા કરવા ગયો હતો. તેને ઘેડે તેને અટવિના વિષમ માર્ગમાં લઈ ગયે. ભૂખ, તરસ અને શ્રમથી ખિન્ન થએલો રાજા પાણીની શોધ કરવા લાગ્યો, તેટલામાં એક જંગલી માણસ તેને મળ્યો. તેણે પાણી પાયું અને ખાવાનું પણ આપ્યું. રાજાને તેથી ઘણું શાંતિ થઇ, તેથી સંતુષ્ટ થએલો રાજા તે ભિલને પોતાની સાથે લઈ આવ્યો. એક ભવ્ય મંદિરમાં તેને ઉતાર આપ્યો. ઉમદામાં ઉમદા ખાનપાનની ચીજે તેને આપવામાં આવી. પહેરવાને કિમતી વસ્ત્રો અને આભૂષણે આપ્યાં.