________________
૩૧૨
ભાવના-શતક આકાશ ધર્માસ્તિકાય આદિ ઈશ્વરે બનાવ્યાં. એમ તો ત્યારે કહી શકાય કે ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાયના જુદા જૂદા કકડા હોય, પણ તેમ તો છે નહિ, એ દ્રવ્યો તો અવિચ્છિન્ન અખંડ એકરૂપ જ છે. તેને એક ભાગ પહેલાં હોય અને બીજે ભાગ પછી બને એ કેમ સંભવે ? કદાચ ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને જીવ એ પાંચ દ્રવ્ય પહેલેથી જ હોય, અને એક પુદ્ગલ દ્રવ્ય ઈશ્વરે બનાવ્યું એમ કહીએ તોપણ ઘટિત નથી. કદાચ ઈશ્વરને પિતાને અશરીરી માનીએ તો ઈશ્વરની પાસે પુદ્ગલ નહોતું એમ કહી શકાય, પણ વિના પુદ્ગલે પુગલરૂપ આ જગત બન્યું શેમાંથી? “ નાસતો વિરે માવો નામાવો વિગતે સંત” આ ગીતાના સિદ્ધાંતમાં કહ્યા મુજબ અસતમાંથી સત્ થતું નથી, અને સતમાંથી અસત થતું નથી. તે પછી શૂન્યમાંથી એકડો થાય શી રીતે ? એટલું જ નહિ પણ અશરીરી નિસંગ કર્મરહિત પરમદયાળુ સર્વજ્ઞ પરમેશ્વરને સૃષ્ટિકર્તા તરીકે કલ્પવામાં તેની સર્વજ્ઞતામાં, દયાળુપણામાં, ન્યાયીપણામાં અને સર્વ સામર્થ્યમાં પણ ખામી આવી પડે છે. આ જગત જે દયાળુ ઈશ્વરનું બનેલું હોત તો તેમાં માર, મરકી, યુદ્ધ, રોગ, દુઃખ વગેરે કશું હેત જ નહિ, કેમકે ઈશ્વરનું પરમ સામર્થ્ય હોવાથી તે દયાળુપણને લીધે ઉમદામાં ઉમદ્ પરમસુખી જગત બનાવત, પણ આવું બનાવત નહિ. વળી તેમાં પાપી અધર્મી એક પણ છવ બનાવત નહિ, કે જેને શિક્ષા આપવા માટે પોતાને અવતાર ધારણ કરવો પડે. પણ ખરું તો એ છે કે તેમાં ઈશ્વરને કઇ પણ રીતે હાથ નથી. જીવ, કર્મ અને વસ્તુઓના તે તે ગુણને લીધે આ સઘળા અવનવા ફેરફારો થયા કરે છે. મુખ્ય છ દ્રવ્ય તે હંમેશા કાયમ છે, લેક્તત્ત્વ તે અવિછિન શાશ્વત નિત્ય છે. પૃથ્વી, પર્વત, નદી, સરોવર, ગામ, જંગલ, વસતિ, ઉજજડ વગેરે ફેરફાર કાળ, પવન, વરસાદ, ધરતીકંપ વગેરે કુદરતી બનાવો અને માણસની હીલચાલથી થાય