________________
લોક ભાવના
૩૧૫ બે પગ પહોળા કરી, કેડ ઉપર હાથ મૂકી, ફુદડી ફરે ને જેવો આકાર થાય તેવો છે. (૭૮)
વિવેચન-લેની ઉંચાઈ ચૌદ રાજની છે. અહિં રાજ શબ્દ રજુ શબ્દને અપભ્રંશ છે. રજજુ એટલે દોરી. આ પૃથ્વી ઉપર અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે. તેમાં સૌમાં ભયદીપ આ જંબુદ્વીપ છે. તેને ફરતે સમુદ્ર અને સમુદ્રને ફરતો દ્વીપ, એવી રીતે એક દ્વીપ અને એક સમુદ્ર છે. ઉત્તરોત્તર એકેકની લંબાઈ પહેળાઈ આગલા કરતાં બેવડી છે, જેમકે જંબુદ્વીપની લંબાઈ પહોળાઈ એક લાખ જેજનની તો તેને ફરતા લવણસમુદ્રની લંબાઇ પહોળાઈ બે લાખ જેજનની. એમ બેવડા વધતાં છેલ્લો
સ્વયંભૂરમણ નામને સમુદ્ર આવે છે. એક તરફ બધા દ્વીપ સમુદ્રો અને એક તરફ એકલો સ્વયંભૂરમણ સમુદ્ર, અર્થાત અર્ધામાં બધા દ્વીપ સમુદ્રો અને અર્ધામાં સ્વયંભૂરમણ સમુદ્ર છે. સ્વયંભૂરમણ,
અર્ધ રાજુ પ્રમાણમાં છે અને બાકીના બધા દ્વીપ સમુદ્રો અર્ધ રજજુ પ્રમાણમાં છે. સ્વયંભૂરમણના પૂર્વના છેડાથી પશ્ચિમના છેડા. સુધી એક દેરી બાંધવામાં આવે છે તે દેરી એક રજજુ (રાજ) પ્રમાણની થાય. ટુંકામાં પૃથ્વી ઉપરના સર્વ શ્રી અને સર્વ સમુકોની જેટલી લંબાઈ અથવા પહેલાઈ છે તેટલું પ્રમાણ એક રાજનું છે. આ રજજુથી (રાજથી) જે લેકને માપવામાં આવે એટલે કે લોકના નીચેના છેડાથી લોકને ઉપરને છેડે રજજુથી માપીએ તો ચૌદ રજુ થાય. લોકનું મધ્યબિંદુ મેરૂ પર્વતના મૂળમાં છે. ત્રીછા લેકની કે જંબુદીપની વચોવચ મેરૂ નામનો પર્વત છે. તેને પાયે એક હજાર જેજનને જમીનમાં ઉડે છે અને ૯૯૦૦૦ જે જન જમીન ઉપર ઉંચે છે. જમીનની સપાટી ઉપર દશ હજાર જે જનની તેની લંબાઈ પહોળાઈ છે. તેના બરાબર મધ્ય ભાગમાં ગોસ્તનાકારે ચાર ઉપર ને ચાર નીચે એમ આઠ રૂચક પ્રદેશ છે.