________________
૩૧૬
ભાવના-શતક. તે દશ દિશાઓના કેંદ્રસ્થાનરૂપ છે, અર્થાત ત્યાંથી સઘળી દિશાઓ શરૂ થાય છે. તેનાથી નવસે જે જન નીચે અધો લેકની શરૂઆત થાય છે, તે નીચે છેક સાતમી નર્કના તળીયા સુધી અધે છેક છે. અધે લોકની ઉપર ૧૮૦૦ જેજન સુધી, એટલે રૂચક પ્રદેશથી નવસે જોજન નીચે અને ૯૦૦ જેજન ઉપર, એમ ૧૮૦૦ જેજનમાં તિર્યફ લોકની હદ છે અને ત્યારપછી તેના ઉપર છેક મોક્ષ સુધી ઉર્વ લોક ગણાય છે. આ ત્રણ વિભાગને જ સ્વર્ગ, મત્ય અને પાતાળ લોક પણ કહે છે. તિય લોક ભવ્ય લોક તરીકે પણ પ્રસિદ્ધ છે. ત્રણ લોકમાં અધો લોક અને ઉર્વ લેકની પહોળાઈ કરતાં ઉંચાઈ વધારે અને અમુક ભાગમાં સરખી છે, ત્યારે ત્રીછા લકની ઉંચાઈ કરતાં લંબાઈ પહોળાઈ વધારે છે, કેમકે ઉંચાઈ માત્ર ૧૮૦૦ જેજનની જ છે, ત્યારે લંબાઈ પહેળાઈ એક રજજુની છે. અધે લેક અને ઉર્વ લોકની લંબાઈ પહોળાઈ એકસરખી નથી. છેક નીચેથી લઈએ તે અધે લોકમાં સાત પૃથ્વીઓ છે. તેમાં સાતમી પૃથવી કે જે સાતમી નર્ક કહેવાય છે, તેની લંબાઈ પહેળાઇ સાત રાજની છે, કે જે અધે લોકની ઉંચાઈ કરતાં કંઈક ઓછી છે, પણ નીચેના ભાગથી એકેક પ્રદેશ ચારે તરફથી ઘટતાં ઘટતાં છઠી નર્ક આગળ એક રાજનો ઘટાડો થયો. છઠી પૃથ્વીછઠો નર્ક રાજની લાંબી પહોળી છે. આ ક્રમે એકેક પ્રદેશ ઘટતાં પાંચમી પૃથ્વી પાંચ રાજની, ચોથી પૃથ્વી ચાર રાજની, ત્રીજી ત્રણ રાજની, બીજી બે રાજની અને પહેલી પૃથ્વી-પ્રથમ નર્ક એક રાજની લાંબી પહેળી છે. ત્રીછા લોકની પણ આ જ લંબાઈ પહોળાઈ છે. ત્યાર પછી ઉપર ચડીએ તે એકેક પ્રદેશની વૃદ્ધિ થતાં, ઉર્ધ્વ લોકમાં પાંચમા દેવલોકની હદમાં પાંચ રાજ પહોળાઈ છે. આટલી પહોળાઈએ પહોંચ્યા પછી પાછો એકેક પ્રદેશનો ઘટાડે થવા માંડે છે, તે લેકને ઉર્વ છેડે પહોંચતાં એક રાજની પહોળાઈ રહે છે. આ પ્રમાણે લોકની આકૃતિ ત્રણ સરાવળા જેવી થાય છે,