________________
લાક ભાવના
૩૨૧
આ આકાશને અમુક ભાગ મૂકયા પછી અલોકની હદ આવે છે. તે અલોકમાં એક આકાશાસ્તિ સિવાય બીજું એકે દ્રવ્ય નથી. માત્ર એક આકાશ તે પણ સીમા વગરનું અનંત છે તેથી અલોક પણ અનંત છે. (૭૮).
વિવેચન–વિહાળે તે દિઃ પાતા? શોચમા ! કવિ लोगठिइ पनत्ता तंजहा आगासपइठिए वाए, वायपइठिए उदही, उदहिपइठिया पुढवी, पुढवीपइठिया तसा थावरा पाणा अजीवा जीवपइठिया जीवा कम्मपइठिया, अजीवा जीवसंग्गहिया जीवा कम्मसंग्गहिया.
ભગ. શ. ૧ ઉ. ૬ ઠે. અર્થ–લોકસ્થિતિ કેટલા પ્રકારની છે ? હે ગૌતમ! આઠ પ્રકારે લોકની સ્થિતિ કહી છે, તે આ પ્રમાણે–પ્રથમ આકાશને આધારે વાયુ. (તનવા) વાયુના આધારે ઉદધિ–ઘનેદધિ, ઘનોદધિને આધારે પૃથ્વી, પૃથ્વીને આધારે ત્રસ અને સ્થાવર જીવો, જીવને આધારે અજીવ–ઉદારિકાદિ શરીર, કર્મને આધારે જીવ રહે છે. અજીવ જીવથી સંગ્રહિત છે અને જીવ કર્મથી સંગ્રહાલે છે. આ રીતે આઠ પ્રકારે લોકની સ્થિતિ છે.
ભગવતીના ઉપલા સિદ્ધાંતમાં બેકની સ્થિતિ દર્શાવી છે. સ્થાવર, બસ, જીવ, અજીવ વગેરે પદાર્થો પૃથ્વી ઉપર રહે છે. એ તો સુવિદિત છે, પણ આ પૃથ્વી શાને આધારે રહી છે, એ એક ગંભીર સવાલ છે. આના સંબંધમાં અન્ય શાસ્ત્રકારોની જુદી જુદી કલ્પના છે. કોઈ તો કહે છે કે આ પૃથ્વી શેષનાગની ફેણ ઉપર તેને આધારે રહી છે. આ ઘટના સંભવિત લાગતી નથી, કેમકે આવી હેટા પાયાવાળી, અને અતુલ વજનવાળી પૃથ્વી શેષનાગની ફેણ ઉપર રહે, એ ન માની શકાય તેવી વાત છે. જૈન શાસ્ત્ર આ સંબંધે એવો ખુલાસો કરે છે, કે આ પૃથ્વીને પાયે ઘોદધિ ઉપર
૨૧