________________
૩૨૪
ભાવના-શતક. दशमभावनाया उपसंहारः। उच्चैःस्थानं त्वात्मनश्चित्स्वभावानीचैर्यानं कर्मलेपादगुरुत्वे ।। तस्माद्धर्म कर्ममुक्त्यै विधेया। लोकाग्रे स्यायेन ते स्थानमर्हम् ॥ ८१ ॥
સુખ-દુઃખની હાનિ-વૃદ્ધિને કમ. અર્થ-લોકના નીચેના છેડાથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ દુઃખ ઓછું અને સુખની વૃદ્ધિ થતી આવે અને ઉપરના છેડાથી જેમ જેમ નીચે જઈએ તેમ તેમ સુખની હાનિ અને દુઃખની વૃદ્ધિ. ઉપર ઉપર સુખની વૃદ્ધિ થતાં લેકના અગ્રભાગે-ઉપરના શિખરે
જ્યાં સિદ્ધ મુક્ત છો રહે છે ત્યાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ છે અને લકનો જે નીચે પ્રાન્ત સાતમી નર્કને પ્રદેશ ત્યાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભયંકર દુઃખ છે. (૮૦).
દશમી ભાવનાનો ઉપસંહાર જીવની ચૈતન્ય શક્તિ અગુરુલઘુ સ્વભાવવાળી છે, એટલે તેને સ્વભાવ ઉર્ધ્વગામી છે, અને તેજસુ શરીરાદિ ગુગલ ગુરૂલઘુ છે. ગુરૂત્વવાળી વસ્તુનો નીચે જવાનો સ્વભાવ છે, જેથી પુદ્ગલના સંગે જીવન નીચે ગમન થાય છે. જેમ જેમ કર્મને લેપ અધિક અને પુગલને સંગ વિશેષ, તેમ તેમ આ જીવ નીચેના સ્થાનમાં જન્મ ધારે છે, અને જેમ ચિસ્વભાવની નિર્મળતા, તેમ તેમ જીવનું ઉર્વગમન થાય છે. જ્યારે સર્વથા કર્મ નિર્લેપ થાય છે ત્યારે કેવળ ચિસ્વભાવથી લોકને અગ્ર ભાગે અવસ્થિતિ થાય છે. માટે હે ભવ્ય! જે લોકના અગ્ર ભાગે સ્થિતિ કરવાની અભિલાષા હોય તે કર્મને લેપ ટાળવાને અને ચિને નિર્મળ સ્વભાવ પ્રકટ કરવાને ધર્મનું સેવન કરી આત્મિક ગુણને પ્રકટ કર. (૮૧)