________________
૩૨૦
ભાવના-શતક અને પાંચ અનુત્તર વિમાનમાં રાજ્યતંત્ર નથી, સર્વ સ્વતંત્ર અહર્ષિદ્ર દેવતા છે. જેને ઘણમાં ઘણું ત્રણ કે પાંચ ભવ કરવાના છે તેવા જીવો જ અનુત્તર વિમાનમાં આવી શકે છે. પાંચ અનુત્તર વિમાનની ઉપર બાર જોજનને અંતરે સિદ્ધિશિલા છે. આઠ જે જનની મધ્ય ભાગમાં જાડી છે. મધ્ય ભાગથી ચારે બાજુએ એકેક પ્રદેશ પાતળી પડતાં છેડે માંખીની પાંખ કરતાં પણ પાતળી સ્ફટિકમય છે. તેના ઉપર એક જોજનના છેલલા ગાઉને છેઠે ભાગે એટલે ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગુલ જેટલા ક્ષેત્રમાં સિદ્ધ ભગવાન સ્વસ્વરૂપમાં લીન થયા થકા રહ્યા છે. અહિ લોકની હદ, અથવા ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યની હદ પૂરી થાય છે. ત્યાર પછી અલોક છે. માત્ર એક આકાશ દ્રવ્ય છે. લોકના સર્વ સ્થાનમાં દરેક જીવ અનંતી અનંતી વાર ઉપજી આવ્યો છે, છતાં હજી કાર્યની સિદ્ધિ થઈ નથી, તેથી એમ ચિંતવવું કે લોકના અગ્રભાગે અક્ષયસ્થાન છે, તેમાં મારા નિવાસ કેવી રીતે પ્રાપ્ત થાય? (૭૬–૭૭–૭૮).
लोकस्य स्थितिः । पृथ्वी तोये तच्च वायुप्रतिष्ठं । सोप्याकाशे स्यात्ततोऽलोकदेशः। यत्राकाशं द्रव्यमेकं विहाय । नान्यत्किञ्चिद्विद्यतेऽनन्तकेऽस्मिन् ॥ ७९ ॥
લેકની સ્થિતિ અર્થ–જેના ઉપર સર્વ પ્રાણુઓ રહે છે તે પૃથ્વી ઘોદધિજળને આધારે છે. તે ઘનોદધિ, વાયુ-ઘનવાને આધારે અને ઘનવા તનવાને આધારે રહે છે. તે તનુવાયુ પણ આકાશને આધારે છે.