________________
૩૧૮
ભાવના-શતક
તો તે ત્રણ રાજની પહોળાઈ અને સાત રાજની ઉંચાઈને એક કકડે થે. તે પહેલામાં ઉમેરીએ તે પાંચ રાજની પહોળાઈ અને સાત રાજની ઉંચાઈનો કકડો થયો. પછી ઉર્વ લોકમાં પાંચમા દેવલોકમાં જ્યાં પાંચ રાજની પહોળાઈ છે, તેની ઉપર અને નીચેના બંને બાજુના કકડા એકબીજા ઉપર ઉંધા મૂકીએ તે બે રાજની પહોળાઈ અને સાત રાજની ઉંચાઈનો એક કકડે થયા. તે પાંચ રાજના કકડામાં ઉમેરીએ ત્યારે સાત રાજની ઉંચાઈ અને સાત રાજની લંબાઈ પહોળાઈને ઘનીકૃત લોક થયો. સાત રાજ લાંબ, સાત રાજ પહોળો અને સાત રાજ ઉંચે હોય, તેના ઘનરાજ ૩૪૩ થાય છે. અધેલકમાં રત્નપ્રભા, શકરપ્રભા, વાલુપ્રભા, પંકપ્રભા, ધુમપ્રભા, તમપ્રભા અને તમતમાપ્રભા નામની સાત પૃથ્વીઓ-સાત ની છે. એકેક નર્કમાં મેડીના માળની પેઠે પાથડ અને આંતરા છે. પાથડામાં નાકને ઉત્પન્ન થવાના અને રહેવાનું નકવાસા છે. સાતે નર્કમાં એકંદર ૮૪૦૦૦૦૦ નકવાસા છે. તેમાં નાર્થીઓ શીત, ઉષ્ણ, ભૂખ, તરસ વગેરે અત્યંત દુઃખ ભોગવે છે. પ્રથમની ત્રણ નર્ક સુધી પરમાધામીઓ દુઃખ આપે છે અને નીચેની ચાર નર્કમાં અંદર અંદર લડી દુઃખ ભોગવે છે. પહેલી રત્નપ્રભા પૃથ્વીનું એક લાખ એંસી હજાર જોજનનું પિંડ છે, તેમાં એક હજાર જજન ઉપર મૂકીએ અને એક હજાર જોજન નીચે મૂકીએ, વચ્ચે ૧૭૮૦૦૦ જેજનની પોલારમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. આંતરામાં દશ ભવનપતિ જાતિના દેવતાઓનાં સાત ક્રોડ ૭૨ લાખ ભુવને છે. તેમાં ભવનપતિ દેવતાઓ વસે છે, ઉપરના એક હજાર જોજનમાં ઉપર નીચે એકેક સો જેજન મૂકીએ તો વચ્ચે ૮૦૦ જનની પિલારમાં વાણુવ્યંતર જાતિના દેવતાઓને નિવાસ છે. ઉપરના સો જેજનમાં ઉપર નીચે દશ દશ જોજન બાદ કરતાં વચ્ચેના ૮૦ જનની પિલારમાં જંકા દેવતાઓ વસે છે. પહેલી પૃથ્વીની સપાટી ઉપર અસંખ્યાત