________________
લોક ભાવના
૩૧૧ રહેતો જ નથી, તે પણ કેટલાક લોકોની એવી માન્યતા છે કે આ જગત કૃત્રિમ–બનેલું છે. ગાંડ, અલ્લા કે ઈશ્વરે તે બનાવ્યું છે. આને ખુલાસો આપવાને પ્રકૃત કાવ્યનું નિર્માણ થએલું છે. આ જગત્ ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યના સમૂહરૂ૫ છે. જે આ છે દ્રવ્યમાંનું કોઈ પણ દ્રવ્ય ન હોય તે જગત કોઈ કાળે નહોતું એમ કહી શકાય, પણ જે તેમ હોય તો જગતૂના બનાવનાર ઈશ્વર કે ખુદાની જ હયાતી કયાં રહી ? સૃષ્ટિકર્તા માનનારાઓએ ઈશ્વરની હયાતી તે જગત પહેલાં માનવી જ પડશે. જે તેમ માન્યું તો પછી ઈશ્વરની કોઈ પણ ભાગમાં સ્થિતિ હેવી જોઈએ. આકાશ સિવાય સ્થિતિ સંભવિત નથી, માટે ઈશ્વરની પહેલાં આકાશ તત્ત્વ પણ હોવું જ જોઈએ. ઈશ્વર પિતે ચૈતન્યરૂપ હેવાથી આત્મતત્વ પણ છે. જે કાળમાં જગત નથી, અને ઈશ્વર છે, તે કાળ પણ એક તત્ત્વ જગત પહેલાં સિદ્ધ છે. શૂન્યમાંથી જગત બનવું અસંભવિત હોવાથી જેમાંથી જગત બને તે પુદ્ગલ દ્રવ્ય પણ જગત પહેલાં સિદ્ધ છે, પુદગલ પરમાણુઓના આકર્ષણ વિકર્ષણ સિવાય કઈ પણ કૃતિ બની શકે નહિ અને આકર્ષણ વિકર્ષણ ગતિ આપનાર ધર્માસ્તિકાય અને સ્થિતિ આપનાર અધર્માસ્તિકાય વિના બની શકે નહિ, તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પણ જગત પહેલાં હોવાનું પુરવાર થાય છે. આમ ઈશ્વરની હયાતી માનતાં તેના પહેલાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલ અને જીવ એ છએ દ્રવ્ય સિદ્ધ થાય છે, કે જે છ દ્રવ્યને જેન શાસ્ત્ર “લક' એવી સંજ્ઞા આપે છે. જગતને બનાવનાર ઈશ્વર પહેલાં પણ છ દ્રવ્યમય જગત જ્યારે સિદ્ધ જ છે ત્યારે ઈશ્વરે શું બનાવ્યું? આ છ તવ સિવાય સાતમું તો તત્ત્વ નથી કે જેને ઇશ્વરે બનાવ્યું હોય. તેમ એમ પણ ન કહી શકાય કે ઈશ્વર જેટલા ભાગમાં રહે છે તેટલું આકાશ, તેટલા ભાગને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, તેટલો કાળ, તેટલા પુગલો અને તે એક જ આત્મા હતો. બાકીનું