________________
૩૧૦
ભાવના-શતક નથી, ત્યારે શું તે પોતાની મેળે ઉત્પન્ન થયો?–ઉત્તર–નહિ. તે કદી ઉત્પન્ન જ થયો નથી. અનાદિ કાળથી છે, છે અને છે. તેમ કઈ વખતે સર્વથા નાશ પણ પામવાને નથી, કિન્તુ તે નિત્ય–શાશ્વત છે. જડ અને ચૈતન્ય, જીવ અને અજીવથી ભરેલો છે. શંકા-જ્યારે લોક નિત્ય-શાશ્વત છે ત્યારે તો ચય ઉપચય-વધઘટ-હાનિવૃદ્ધિ પણ લોકમાં થવી ન જોઇએ? ઉત્તર-છ દ્રવ્યની દ્રવ્યરૂપે વધઘટ કે હાનિવૃદ્ધિ થતી નથી, છતાં હાનિવૃદ્ધિ દેખાય છે તે પર્યાય આશ્રી છે. પર્યાય અનિત્ય છે એટલે તેમાં હાનિવૃદ્ધિનો કંઈ બાધ નથી. (૭૫)
વિવેચન-“જાગોળે ઢોઈ જ વારું ન માની, ન ચાહું ન भवइ, न कयाई न भविस्सइ। भविंसु य भवइ य भविस्सइ य । धुवे, gિs, સાયg, કg, અરવણ, મવદિg, જિ. નચિ પુળ તે ભગ, શ. ૨ ઉ. ૧ લો.
અર્થ-આ લોકના કાળ પર વિચાર કરતાં જણાય છે કે તે કોઈ ભૂતકાળમાં નહોતો એમ નથી, વર્તમાનકાળમાં નથી એમ પણ ન કહેવાય, ભવિષ્યમાં કોઈ વખતે આ લેક નહિ હોય, એમ પણ ન કહી શકાય. ત્યારે હતો, છે અને હશે, એમ કહી શકાય. તે ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષીણ છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે, તેથી કદી પણ તેનો અંત નથી. ભગવતીના ઉપલા પાઠમાં શ્રીમન મહાવીરે બંધક સંન્યાસીના પ્રશ્નોના ઉત્તરમાં લોકનું જ સ્વરૂપ બતાવ્યું છે તે ઉપરથી લોકની સ્થિતિને ખ્યાલ થઈ શકે છે, પણ તેના ઉપર કંઈક વધારે ઉહાપોહ કરવો જરૂર છે. જ્યારે ભૂતકાળમાં કોઈ પણ વખતે આ લોકો અભાવ નહતો, તેમજ ભવિષ્યકાળમાં કોઈ પણ વખતે તેને અભાવ થશે નહિ, ત્યારે વર્તમાનકાળમાં તે તેનું અસ્તિત્વ પ્રત્યક્ષ સિદ્ધ જ છે, અથત આ લોક અનાદિથી છે, અને અનંતકાળે પણ તેને છેડે નહિ આવે. અનાદિ અને અનંત વસ્તુ કૃત્રિમ હોઈ શકે જ નહિ. જ્યારે લોક-જગત બન્યું જ નથી ત્યારે તેના કર્તાને સવાલ