________________
૩૦૮
ભાવના-શતક વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત માત્ર લક્ષણગમ્ય પદાર્થ છે. પાંચમું દ્રવ્ય પુલાસ્તિકાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે જે કોઈ પણ પદાર્થમાં હોય તો તે માત્ર પુદ્ગલમાં જ છે. આ જગત્માં જે કંઈ વસ્તુ દેખાય છે, આપણી દૃષ્ટિગોચર થાય છે, સુંઘાય છે, ચખાય છે, સ્પર્શીય છે, આકૃતિમાન છે, તે સર્વ પુદ્ગલ જ છે. છૂટા પરમાણુઓને ભેગા થવું અને વિખરાઈ જવું એ પુદ્ગલને ધમ અથવા સ્વભાવ છે. લોકમાં પુલ દ્રવ્ય ન હોત તો જૂદી જૂદી આકૃતિઓ, જૂદા જૂદા દેખાવો, વિવિધ રસ, વિવિધ ગંધ, શબ્દ, પ્રકાશ વગેરે જે આપણને દેખાય છે તે કશું હોઈ શકત નહિ. ખાન, પાન, વિચાર, ભાષા, શ્વાસોશ્વાસ વગેરે સઘળી પુદ્ગલની જ લીલા છે. જવને લાગતાં કર્મો પણ પુતલ જ છે. સંસારી જીનાં સર્વ જાતનાં શરીર પણ પુતલ જ છે. પુલ પરમાણુરૂપે અને સ્કંધરૂપે છે. બેથી વધારે પરમાણુએના જોડાણથી બનેલ વસ્તુ પુદ્ગલના સ્કંધ તરીકે ઓળખાય છે, અને છુટા છુટા વિભક્ત પરમાણુઓ પુલના પરમાણુઓ તરીકે ઓળખાય છે. પુલ સિવાય કઈ પણ વસ્તુના પરમાણુઓ નથી. છઠું દ્રવ્ય જીવ–આત્મા છે. આત્માનું લક્ષણ ચેતના-ચૈતન્ય અથવા જ્ઞાન દર્શન છે. જાણવું, દેખવું, સમજવું, એ કાર્ય આત્મા સિવાય બીજા કેઈથી થઈ શકતું નથી. આત્માને રૂપ, રસ, ગંધ, સ્પર્શ નથી. તે સ્વસંવેદ્ય એટલે પિતાના જ્ઞાનથી જ પોતે પ્રકાશિત છે, અને પોતે જે પિતાને જાણી શકે. અંધારામાં બીજી વસ્તુઓને જાણવાને દીવાની જરૂર પડે છે, પણ દીવાને જેવા બીજા દીવાની જરૂર નથી, કે સૂર્યને ઓળખવા બીજા સૂર્યની જરૂર નથી, તેમ આત્માને ઓળખવાને બીજા આત્માની જરૂર નથી, પણ પોતાના પ્રકાશથી જ–અનુભવથી જ ગમ્ય છે. તેને અનાદિથી કર્મને સંગ હેવાથી તે કર્મને યુગે બીજાં કર્મો કરે છે. અને તેનાં ફળ સુખદુઃખરૂપે ભગવે છે. તે પિતે કર્તા જોક્તા છે. સુખ કે દુઃખની - લાગણી આત્માને જ છે. તે બે પ્રકારનાં છે, કર્મસહિત અને કર્મ