________________
લોક ભાવના
૩૦૯
રહિત. પ્રથમ પ્રકારના સંસારી અને બીજા પ્રકારના સિદ્ધ, બુદ્ધ, મુક્ત કહેવાય છે. મુક્ત આત્માને શરીર કે કોઈ પણ પૌલિક લીલા સાથે સંબંધ નથી. તે માત્ર સ્વસ્વરૂપમાં લીન છે. સંસારી જીવને દરેકને પુલનું જોડાણ છે. તે દરેકને કર્મનું આવરણ છે. તેને લીધે સુખ, દુઃખ, લાભ, અલાભ, હાનિ, વૃદ્ધિ વગેરેની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક શરીરના અધિષ્ઠાતા આત્મા જૂદા જૂદા છે. આવા અનંત આત્માઓ છે. લોકનો કોઈ પણ ભાગ આત્મા–જીવ વગરનો ખાલી નથી. ઉપર્યુકત છ દ્રવ્યો એક બીજાની સાથે ઓતપ્રોત થઈ લેકાકાશમાં રહેલાં છે. તે ઓતપ્રોત છતાં પોતપોતાના સ્વભાવમાં સ્થિત છે. સોનું અને માટી એક રૂપે મળી જવા છતાં કે દૂધ અને પાણી ઓતપ્રોત થવા છતાં પિતાના સ્વભાવને કાયમ રાખે છે. તેમ છએ દ્રવ્યો પોતપોતાના સ્વભાવને કદી છોડતા નથી. ઉક્ત છ દ્રવ્યની સ્વસ્વભાવમાં સ્થિતિ એ જ લોકની સ્થિતિ છે. કાવ્યમાં છ દ્રવ્યનો ક્રમ છંદની યોજના માટે બદલવામાં આવ્યા છે, પણ ખરો ક્રમ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુતલ અને જીવ, કે જે ઉપર દર્શાવ્યો છે તે જ છે. (૭૪)
नायं लोको निर्मितः केनचिन्नो। कोप्यस्यास्ति त्रायको नाशको वा ॥ नित्योऽनादिः सम्भृतोऽजीवजीवैवृद्धिहासौ पर्ययानाश्रयेते ॥ ७५ ॥
લેકને કર્તા કેણ? અર્થ શું આ લોકને કઈ બનાવનાર છે? આને ઉત્તર નકારમાં જ છે. અર્થાત આ લોક કેઈએ બનાવેલ નથી, તેમ આ લકન પાલક (પાલન કરનાર) કે નાશક–સંહારકર્તા પણ કોઈ