________________
૯૬
ભાવના-શતક.
દિવસ બચાવવા રાજાને અરજ કરી. રાજાએ એક દિવસની છૂટ આપી. રાણીએ તે ચોરને સ્નાન કરાવી, સારાં વસ્ત્રો પહેરાવી, ભજન કરાવી, એક હજાર સોનામહેરેની બક્ષીસ આપી. તેની સ્પર્ધાથી બીજી રાણીએ બીજે દિવસે ચોરને બચાવવા રાજાને અરજ કરી, તે પણુ રાજાએ માન્ય રાખી. તે રાણીએ પ્રથમ રાણીની માફક સત્કાર કરવા ઉપરાંત લાખ સોનામહેરોની બક્ષીસ કરી. તેવી જ રીતે ત્રીજી રાણીએ એક દિવસ માગી લીધો, અને કરોડ સોનામહોરોની બક્ષીસ કરી. ચેાથી રાણીએ વિચાર કર્યો કે એક દિવસની શું માગણી કરવી ? રાજાએ એકદા આપેલું વચન મારી પાસે છે. તેના બદલા તરીકે આ ચોરને હંમેશ માટે વધથી મુક્ત કરું. એમ ધારી ચોરને બચાવવાની રાજાની પાસે માંગણી કરી. વધારામાં કહ્યું કે મને આપેલું વચન પાળવું હોય તો ચોરની સજા પાછી ખેંચી લે. રાજાએ કબુલ કર્યું ત્યારે તેને જમાડી કંઈ પણ બક્ષીસ આપ્યા વિના રાણું વિદાય કરતી હતી, તેટલામાં બીજી રાણીઓએ તેને હાસ્ય કર્યું કે આપણે આટલી આટલી બક્ષીસ આપી અને એણે તો કંઇ પણ આપ્યું નહિ. ત્યારે એથી રાણીએ કહ્યું કે મેં સૌ કરતાં વધારે આપ્યું છે. તેને સાફ કરાવવો હોય તો આ ચોરને જ પૂછી જુઓ.
જ્યારે ચોરને પૂછયું ત્યારે તેણે જવાબ આપ્યો કે તમારી હજાર લાખ કે કરેડ સેનામહોરની બક્ષીસ કરતાં આજની જીવિતદાનની બક્ષીસ ઉંચી છે, કેમકે –
दीयते म्रियमाणस्य । कोटिं जीवितमेव वा ॥ धनकोटिं न गृह्णीयात् । सवों जीवितुमिच्छति ॥ १ ॥
અર્થ–મરતા માણસને એક માણસ કરોડ સોનામહેરો આપે, અને બીજા હાથ ઉપર જીવિતદાન આપે, તો તે માણસ કરોડ સેનામહેરો નહિ લે, પણ જીવિતદાન સ્વીકારશે, કેમકે સર્વ કઈ જીવવાને ઈરછે છે.