________________
નિર્જરા ભાવના.
૨૯૭ મેઘકુમારના છ હાથીના ભવમાં એક સસલાને જીવિતદાન આપ્યું તેથી તિર્યંચ યોનિમાંથી મનુષ્ય થયો અને તે પણ રાજકુમાર. મેઘરથ રાજાએ એક પારેવાને અભયદાન આપ્યું તેથી તીર્થંકર નામત્ર ઉપાર્યું અને સોળમા શાંતિનાથ તીર્થકર થયા. અભયદાનની માફક સુપાત્રદાનના યોગથી પણ ઘણા જીવોએ અશુભ કર્મની નિર્જરા કરી તીર્થંકર નામગોત્ર ઉપામ્યું છે. ભગવતીના પંદરમાં શતકમાં રેવતી ગાથાપતિએ સિહા અણગારને ઉત્કૃષ્ટ ભાવથી બીજોરાપાક વહેરાવ્યો તેથી સંસાર પરિત કર્યો અને તીર્થંકર નામગોત્ર ઉપાર્યું. વિપાકમાં સુમુખ ગાથાપતિએ ચડતા ભાવથી તથા રૂ૫ના સાધુને દાન આપ્યું તેથી સંસાર પરિત કર્યો. આવાં અનેક દષ્ટાંતો આગામોમાં અને ગ્રંથમાં છે. સ્વાર્થબુદ્ધિથી અભયદાન આપવામાં આવે, કે ચડતા ભાવ વિના સુપાત્રદાન કરવામાં આવે તેમાં તેટલું ફળ મળતું નથી અને વધારે નિર્જરા થતી નથી. એટલા માટે કાવ્યમાં “નિઃસ્વાર્થવૃદ્ધા” “ગુમાવતઃ” એ બે હેતુવાચક પદો મૂક્યાં છે. પરમાર્થબુદ્ધિથી અને હડતા ભાવથી–ખરી લાગણીથી જે આપવામાં આવે તેમાં જ કર્મનો વંશ થાય છે. મરણના ભયની પેઠે આજીવિકા પૂરી ન થતી હોય તે પણ એક ભય છે. આજીવિકાના ભયથી સીદાતા યોગ્ય પુરૂષોને સહાય આપી તે ભયથી બચાવો તે પણ એક અભયદાનનું પગથીયું છે. સાધુઓ જેમ સુપાત્ર ગણાય છે, તેમ સારી સારી જ્ઞાનની સંસ્થાઓને પણ પાત્ર તરીકે ગણી શકાય; કેમકે પાત્રિયા રૂતિ વાન્ત્ર-અર્થાત પાપથી બચાવે તે પાત્ર, એ અર્થ પ્રમાણે જે સંસ્થાઓ સમાજને પાપથી બચાવી શકે તેને પણ પાત્ર કહી શકાય. તેમાં તન, મન અને ધનથી સાહાય કરવી તે પણ સુપાત્રદાનનું એક ઉત્તમ પગથીયું છે.
व्याजे स्याद्विगुणं वित्तं । व्यवसाये चतुर्गुणम् ॥ क्षेत्रे शतगुणं प्रोक्तं । पात्रेऽनन्तगुणं भवेत् ॥ १ ॥