________________
હ૦૦.
ભાવના શતક અર્થ–બાળ-અજ્ઞાની માસ મા ખમણનું તપ કરી દાભડાની અણુ ઉપર અનાજ રહે તેટલાથી માત્ર પારણું કરી ઉપર માસખમણું કરે, તોપણ તે માણસ શાસ્ત્રસંમત સમ્યગ જ્ઞાનયુક્ત ધર્મની સોળમી કળા–અંશની બરાબરી કરી શકે નહિ. ઉપદેશમાળામાં ધર્મદાસ ગણીએ કહ્યું છે કે,
सिझंति चरणरहिया दसणरहिया नसिझंति ।
અર્થ–ચારિત્ર્યથી પતિત થએલા સિદ્ધિ પામે, પણ દર્શનસમ્યકત્વથી ભ્રષ્ટ થએલા સિદ્ધિ ન પામે. દર્શન અને જ્ઞાન સહચારી હેવાથી, દર્શનથી ભ્રષ્ટ થએલ જ્ઞાનથી પણ ભ્રષ્ટ થાય છે. ઉપરનાં સર્વ પદ્યમાં જ્ઞાનની શ્રેષ્ઠતા દર્શાવી છે. અજ્ઞાન એ ક્રિયાનું એક કલંક અથવા ઝેર છે. તામલિ તાપસનું ખ્યાન ભગવતી સૂત્રમાં સુવિદિત છે. તેણે ૬૦ હજાર વરસ સુધી ઉગ્ર તપ કર્યું, છઠ છઠનાં પારણું ક, સર્વની આતાપના લીધી, પણ તે સર્વ અજ્ઞાન દશામાં કર્યું, તેથી તેનું ફળ માત્ર દેવગતિમાં ઈશાનેંકની પદવી મળી. એટલી કરણી જે જ્ઞાનભાવમાં કરી હોત તે તેટલા તપથી સાત જીવો મુક્તિ પ્રાપ્ત કરી શકત, એમ ઉપદેશમાળામાં કહ્યું છે. બીજા હાથપર ધન્ના અણગારે જ્ઞાન સહિત કરણ કરી, તો નવ માસમાં સવીર્થસિદ્ધ મહાવિમાન મેળવ્યું અને અજુનમાળીએ છ માસમાં કર્મ ખપાવી સિદ્ધિ મેળવી. જે કંઈ કરવું તે સમજીને કરવું. આંધળી દોડથી ભાગ્યે જ ઈષ્ટસિદ્ધિ થાય. સાધારણ રીતે ખાડામાં પડવું કે અવળે માર્ગે ભટકવું એ જ આંધળી દોડનું પરિણામ છે. કેટલીક વાર અંધશ્રદ્ધા પણ અજ્ઞાનનું જ પરિણામ લાવે છે. યથાર્થ જ્ઞાનને જ સમ્યગૂ જ્ઞાન કહેવામાં આવે છે. યથાર્થ જ્ઞાન મેળવવાને દરેક માણસે કેશીશ કરવી જોઈએ. સદ્દગુરૂનો ચોગ મેળવો જોઈએ. સદ્દગુરૂ અને સતશાસ્ત્ર સિવાય સમ્યમ્ જ્ઞાન ઘણે ભાગે મળી શકતું નથી. સ્વતઃજ્ઞાન પ્રકટે એવું તો કદાચ જ બને, એ આકસ્મિક યોગ અપવાદરૂપ છે, તેથી જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્નની જરૂર છે. માટે જ કહ્યું