________________
૩૦૨
ભાવના-શતક તાપ તપે છે કે સૂર્યની આતાપના લે છે તેઓની ક્રિયા ખરૂં ફળ આપી શકતી નથી. તે દર્શાવવાને પ્રથમના કાવ્યમાં જ્ઞાનની મહત્તા બતાવી છે. “પઢમં નાખે તો ચા ” (દશ. અ. ૪ થું.) પ્રથમ જ્ઞાન અને પછી દયા-ક્રિયા. જ્ઞાન માર્ગ દર્શાવે ત્યારે ક્રિયા પંથ કાપે છે. જ્ઞાન વગરની ક્રિયા ઘાંચીના બળદની ક્રિયા જેવી છે. બળદની આંખે પાટા બાંધીને આખો દિવસ ઘાંચી તેને ચલાવે છે, પણ પંથ જરી પણ કપાતું નથી. સાંજ પડતાં પાટા છૂટે છે, ત્યારે એ ને એ ઘાણું અને એ ને એ સ્થળ તે બાપડે જુએ છે. તેમ ક્રિયા વગરનું જ્ઞાન પણ જોઈએ તેવું કાર્ય સાધી શકતું નથી.
जहा खरो चंदण भारवाही । भारस्स भागी नहु चंदणस्स ॥ एवं खु नाणी चरणेण हीणो । नाणस्स भागी नहु सुग्गईए ॥ १ ॥
અર્થ–જેમ ગધેડે પીઠ પર લાદેલ ચંદનનાં લાકડાં ઉપાડી જાય છે, પણ તેને ચંદનની સુગંધનું ભાન નથી. તેને મન જેવાં બાવળનાં લાકડાં તેવાં જ ચંદનનાં લાકડાં, અર્થાત ચંદનનાં લાકડાં તેને માત્ર ભારભૂત જ છે. તેમ ચારિત્રના ગુણથી રહિત જ્ઞાનીશાસ્ત્રવેત્તા કેનેગ્રાફની પ્લેટની માફક શાસ્ત્રના અર્થો માત્ર પોતાના મગજમાં ભરે છે, પણ તેને કશો ઉપયોગ કરતા નથી.
* સાકર સાકર” એમ બોલ્યા કરવાથી સાકરની મીઠાશ મેઢામાં આવતી નથી, પણ સાકર ખાવાથી જ તેની મીઠાશ આવે છે. દવાના ગુણ જાણવાથી દર્દ મટતું નથી પણ દવાનું સેવન કરવાથી દર્દી મટી શકે, તેમ જ્ઞાનને પણ વર્તાનરૂપ કોટીમાં મૂકવાથી લાભ થાય છે. જ્ઞાનને ખરે ઉપયોગ કરણ–સદાચારથી જ થાય છે અર્થાત જ્ઞાન વગરની ક્રિયા આંધળી છે અને ક્રિયા વગરનું જ્ઞાન લુલું છે. આંધળાને જેમ લુલાની મદદ જોઈએ તેમ લુલાને આંધળાની જરૂર પડે છે. संजोगसिद्धी सफलं वयंति । नहु एगचक्केण रहो पयाइ । अंधो य पंगू य वणे समिच्चा । ते संपउत्ता नगरे पविठ्ठा ॥ १ ॥