________________
સેવર ભાવના
લોકભાષામાં તેને હૃદયને એક પ્રકારને આવેશ, જુસ્સો કે લાગણી કહી શકાય. ક્રોધની લાગણીમાં હદયની સ્થિતિ છિન્નભિન્ન થાય છે. માનના આવેશમાં હદયની સ્થિતિ કઠિન થાય છે. માયામાં આંટી ઘૂંટી વાળી વક્ર સ્થિતિ જણાય છે અને લેભના આવેશમાં શોષક અથવા ચિકાશવાળી સ્થિતિ જણાય છે. આ કષાય, આ લાવ અને પરભવ બંનેને બગાડે છે. કષાયને જીતે છે તે જ સુખી થાય છે અને મેક્ષપદની યોગ્યતા મેળવે છે. સૂત્રકૃતાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં કહ્યું છે કે
कोहं च माणं च तहेव मायं । लोभ चउत्यं अज्झत्थ दोषा ।। एयाणि वंता अरहा महेसी ।
न कुव्वइ पाव न कारवेइ ॥ १ ॥ અર્થ-ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર આપ્યાત્મિક દોષ છે, અધ્યાત્મ ભાગમાં લુંટ ચલાવનાર લુંટારાઓ છે. એમને દૂર કરવામાં આવે છે, ત્યારે જ મહર્ષિ અને અરિહંત પદ મેળવાય છે, અને ત્યારે જ પાપ કરવા કરાવવાથી બચી શકાય છે. મહાવીર સ્વામીએ ચાર કષાયોને ત્યજ્યા ત્યારે જ મહર્ષિ કે અરિહંત થયા અને પાપ કર્મોથી દૂર થયા. કષાયયુક્ત જીવો આ ભવમાં અને પરભવમાં કેવા દુઃખી થાય છે તેના ઉપર યુગાદિદેશનામાં આપેલું સકષાય કુટુંબનું દૃષ્ટાંત અન્ને બતાવવું ઉચિત થશે.
દષ્ટાંત-વિજયવર્ધન નગરમાં રૂદ્રદેવ નામને એક ગૃહસ્થ રહેતો હતો. અગ્નિશિખા નામની પત્નીથી તેને ત્રણ પુત્રો થયા હતા. હેટાનું નામ ડુંગર, વચેટનું કુંડગ અને ન્હાનાનું નામ સાગર હતું. ડુંગર અહંકારી, કુંડગ કપટી અને સાગર લોભી હતો. રૂદ્રદેવ અને અગ્નિશિખા એ બંને ક્રોધી સ્વભાવનાં હતાં. ત્રણ દીકરાને રોગ્ય સ્થળે પરણાવ્યા, પણ કર્મચાગે તે જેવા સ્વભાવના માણસો