________________
નિર્જરા ભાવના.
यन्मोचनं स्यात्तपसैव कर्मणा
મુદ્દા સામા શુમક્ષળા ૨ સા II૬૮|| પ્રશસ્ત અને અપ્રશસ્ત નિર્જરા.
૨૮૭
અ—નિર્જરા એ પ્રકારની છે, એક અકામ નિર્જરા અને ીજી સકામ નિર્જરા. અકામ નિર્જરા અપ્રશસ્ત અને સકામ નિર્જરા પ્રશસ્ત ગણાય છે. ઉદયમાં આવેલાં કે ઉદ્દેરેલાં સંચિત કર્મીના પરવશપણે અજ્ઞાન કથો ભાગવટા થતાં જે નિર્જરા થાય તે અકામ નિર્જરા, અને જ્ઞાન, ધ્યાન, તપ, સંયમ અને પરિસહ આદિ ખમવાથી વિના વિપાકે પણ જે નિર્જરા થાય, તે સકામ નિર્જરા. (૬૮)
વિવેચન—નિર્જરાનું સામાન્ય લક્ષણ તેમ જ મેાક્ષ સાથે ભેદ દર્શાવીને આ કાવ્યમાં નિર્જરાના ભેદ દર્શાવ્યા છે. નિર્જરાના મુખ્યતાએ એ પ્રકાર છે. એક અકામ નિર્જરા અને બીજી સામ નિર્જરા. આંહિ કામના એટલે કુળની કામના લેવાની નથી, કેમકે ફળની કામના વિના જે નિર્જરા કરવામાં આવે તે અકામ નિર્જરા અને કામનાથી કરવામાં આવે તે સકામ નિર્જરા, એવા અ કરીએ તો સકામ નિર્જરા કરતાં અકામ નિરા વધારે પ્રશસ્ય ગણાય, પણ શાસ્ત્રમાં તેથી ઉલટું છે. અકામ નિરા કરતાં સકામ નિર્જરા વધારે પ્રશસ્ત શાસ્ત્રકારે કહેલી છે, તેથી સકામ અને અકામ શબ્દ અંતર્ગત કામનાં શબ્દ નિર્જરાની કરણીને લાગુ પડે છે. એટલે જે કરણી—અનુષ્ઠાન કામના—ઈચ્છાથી કરવામાં આવે તેવા અનુષ્ઠાનથી થતી નિર્જરા તે સકામ નિર્જરા અને ઈચ્છા વિના પરતંત્રપણે કષ્ટ ભાગવતાં કે ભુખ તરસ ખમતાં જે નિરા થાય તે અકામ નિરા. દાખલા તરીકે એક માણસને પૂના પુણ્યયેાગે ઈંદ્રિયભાગની સવ સામગ્રી મળી છે, મનભાવતાં ભાજના તૈયાર થયાં છે, છતાં વૈરાગ્યભાવથી સ્વતંત્ર ઇચ્છાપૂર્વક ખાનપાનના પદાર્થીના ત્યાગ કરી, ઉપવાસ, એકટાણું કે આયંબિલ વગેરે તપ કરે તા તેથી ઘણાં કની નિર્જરા થાય. આ નિરા કામનાસહિત