________________
૨૯૧
નિર્જરા ભાવના. પૂરું મળતું નથી, દુકાળના વખતમાં ઘાસચારાની તંગીને લીધે ભૂખે તરસે રહેવું પડે છે. ખાવાની ઈચ્છા છતાં મુંગે મેઢે ભૂખ તરસ વેઠવી પડે છે, તે પણ અકામ નિર્જરા જ છે. તેને સમાવેશ અકામ નિજાના પ્રથમ પ્રકારમાં જ થાય છે. જીજ્ઞાસુ જનનું કર્તવ્ય એ છે કે અકામ નિર્જરાના પ્રસંગને સકામ નિર્જરાના રૂપમાં ફેરવી નાંખી સકામ નિર્જરા કરવી. (૯)
નિર્નરાગત કal : . बाह्यादिभेदेन तपोस्त्यनेकधा। निष्काममेवात्र शुभं सदाशयम् ॥ कीयादिलोभेन तु यद्विधीयते । प्रोक्तं सकामं किल मध्यमं तपः ॥७०॥
નિર્જરાના કારણરૂપ તપના પ્રકાર. અર્થ–સકામ નિર્જરાનું કારણ જે તપ તે બાહ્ય અને આભ્યન્તરના ભેદથી બે પ્રકારે છે. એકેકના વળી છ છ ભેદ છે. અનશન ૧, ઉદરી ૨, વૃત્તિક્ષેપ ૩, રસપરિત્યાગ ૪, કાયકલેશ ૫ અને પડિસંહણયા ૬. એ છ ભેદ બાહ્ય તપના છે, અને પ્રાયચ્છિત્ત ૧, વિનય ૨, વૈયાવચ્ચ ૩, સઝાય ૪, ધ્યાન ૫, અને કાર્યોત્સર્ગ ૬ એ છ ભેદ આભ્યન્તર તપના છે. એ બાર પ્રકારના તપમાં પણ જે શુદ્ધ આશયથી કોઈ પણ જાતની આલોકની આશંસા રાખ્યા વગર કેવળ નિજરાના હેતુથી કરવામાં આવે તે નિષ્કામ તપ જ ઉત્તમ કહેવાય છે. જે તપ, જપ-કીર્તિ, પ્રતિષ્ઠા, સન્માન, દ્રવ્ય કે સ્વર્ગીય સુખની લાલસાથી કરવામાં આવે તે સકામ તપ ઉતરતા પ્રકારનું છે. (૭૦).
વિવેચન–સકામ નિર્જરાનું મુખ્ય કારણ તપ છે. અગ્નિ જેમ કચરાને કે ઈધણાને બાળી ભસ્મ કરી નાંખે છે, તેમ તપસ્યા કર્મરૂપ