________________
નિજી ભાવના
अकामनिर्जरा । इच्छां विना यत्किल शीलपालनमज्ञानकष्टं नरके च ताडनम् ॥ तिर्यक्षु क्षुद्धबन्धवेदनमेतैरकामा भवतीह निर्जरा ॥६९॥
અકામ નિર્જશે. અર્થ–ઈચ્છા વિના કેવળ કલાજથી, કે લોકેાના દબાણથી, બ્રહ્મચર્ય પાળવામાં આવે, જ્ઞાન અને સમક્તિ વગર મિથ્યાત્વ ભાવમાં ભાસખમણ આદિ તપ કરવામાં આવે, નર્કની ગતિમાં ક્ષેત્રજનિત પીડા કે પરમધામીઓના હાથથી તાડન–છેદન-ભેદનાદિ ખમવામાં આવે અને તિર્યંચના ભાવમાં ભૂખ, તરસ, વધ, બંધન, તાડન વગેરે સહન કરવામાં આવે, એ તમામ કષ્ટ સહન કરવાની ઈચ્છા નથી, પણ પરવશપણે સહન કરવું પડે, તેથી જે કમ ભેગવાય અને નિર્જરા થાય તેનું નામ અકામ નિર્જરા. (૬૯)
વિવેચન-આ કાવ્યમાં અકામ નિર્જરાના પ્રકાર દર્શાવ્યા છે. વિધવા સ્ત્રી કે જે માત્ર સાસુ સસરાના દબાણથી, કે લોકલાજથી શીયલ-બ્રહ્મચર્ય પાળે છે, ભૂમિશયન ઉપવાસાદિ કરે છે, તેવી સ્ત્રીઓ; કેદીઓ કે જેને સ્ત્રી આદિકને વેગ મળતો નથી, તેથી બ્રહ્મચર્ય પાળવું પડે છે, ક્ષુધા, તરસ વેઠવાં પડે છે; આવા પ્રકારનું બ્રહ્મચર્ય અને તપ કે જેમાં પાળનારની સ્વતંત્ર ઈચ્છા પાળવાની નથી પણ દબાણથી પાળવું પડે છે, તેમાં પણ અમુક અંશે મનને નિગ્રહ કરવો પડે છે તેથી નિર્જરા થાય છે. આ આકામ નિર્જરાને પ્રથમ પ્રકાર છે. પોતાની સ્વતંત્ર ઈચ્છાથી, જ્ઞાનપૂર્વક અને નિગ્રહ થતો હોય તો તેનું મહાફળ પ્રાપ્ત થાય છે, પણ ઈરછા વગર અકામ નિજેરાથી પણ કેટલાએક અશુભ કર્મને ઘટાડો થતાં કંઈક શુભ ગતિ મળે છે.
૧૯