________________
નિર્જરા ભાવના
૨૮૫ વાવેલું બીજ, અમુક વખત સુધી જેમ જમીનમાં પડયું રહે છે, તેમ દશ કડાકોડી સાગરોપમની સ્થિતિનાં કર્મ એક હજાર વરસ સુધી, વીશ કેડાછેડી સાગરોપમની સ્થિતિનાં કમ બે હજાર વરસ સુધી, સત્તામાં જ રહે છે. આને કર્મની સત્તા અવસ્થા કહી શકાય. સત્તાને કાળ પૂરો થતાં કર્મ ઉદયમાં આવે છે. ઉદય બે રીતે થાય છે, એક તે સ્થિતિને પરિપાક થતાં ઉદય થાય છે અને બીજે ઉદીરણાથી ઉદય થાય છે. જેમાં એક કેરીઓ ઝાડમાં ને ઝાડમાં કાળને બળે પાકે છે અને બીજી કેરીઓને સાયરામાં નાંખી પકવવામાં આવે છે. પ્રથમ પ્રકારનો પાક સ્વતઃ સિદ્ધ છે અને બીજા પ્રકારનો પ્રયત્નસાધ્ય છે. તેમ ઉદય પણ સ્વતઃસિદ્ધ અને પ્રયત્નસાધ્ય છે. ઉદયસાધક પ્રયત્ન તે જ ઉદીરણા. સ્વતઃસિદ્ધ કે પ્રયત્નથી–ઉદીરણાથી થયેલ ઉદય તે કર્મની ત્રીજી ઉદયાવસ્થા છે. વેદાંતમાં આ ત્રણ અવસ્થાનાં ક્રિયમાણુ, સંચિત અને પ્રારબ્ધ એવાં ત્રણ નામ છે. અર્થાત બંધ એ ક્રિયમાણ, સત્તા એ સંચિત અને ઉદય એ પ્રારબ્ધ. કર્મની પ્રથમ બે અવસ્થામાં નિર્જરા થતી નથી પણ ત્રીજી અવસ્થા પછી જ નિર્જરા થાય છે, અર્થાત્ સત્તામાં રહેલા કર્મને પ્રદેશદય કે વિપાકોદય થયા પછી તે કમનું વેદન થતાં નિર્જરા થાય છે, કમેં આત્માથી છુટાં પડે છે, વસ્ત્રને ખંખેરવાથી કે ઝાટકવાથી તેના ઉપરની રજ ખરી પડે છે, તેમ વેદવાથી કે તપસ્યા આદિથી ઉદયમાં આવેલાં કર્મો આત્માથી ખરી પડે છે, માટે કહ્યું કે “સંવિતવર્મા ક્ષયઃ” સંચિત શબ્દથી સંચય કરેલાં પણ ઉદયમાં આવેલાં કર્મો લેવાનાં છે, કેમકે સંચિત જયાંસુધી સત્તામાં હોય ત્યાંસુધી વેદન કે નિર્જરા થઈ શકતી નથી. તેથી સીધી રીતે નહિ તો પ્રયત્નથી–ઉદીરણા કરીને પણ કર્મોને ઉદયમાં લાવ્યા પછી જ નિર્જરા થઈ શકે છે. નિર્જરા અને મોક્ષમાં બીજો ભેદ એ છે કે નિર્જરામાં એક તરફ નિર્જરા-કર્મનું ખરવું અને બીજી તરફ કર્મને બંધ ચાલુ છે. જુનાં કર્મો ખપે છે અને નવાં કર્મો