________________
૮૪
ભાવનાશતક.
निर्जरालक्षणं तद्भवाश्च । देशेन यः सञ्चितकर्मणां क्षयः। सा निर्जरा प्राज्ञजनैनिवेदिता ॥ स्यात्सर्वथेयं यदि कर्मकर्मणां । मुक्तिस्तदा तस्य जनस्य सम्भवेत् ॥६७॥
નિર્જરાનું લક્ષણ અને તેના ભેદ. અર્થ-કર્મના જથ્થારૂપ કામણ શરીર થકી, ઉદયમાં આવેલાં અથવા ઉદેરેલાં કર્મોનું વેદાઈ-ભોગવાઈને ખરી જવું–વા ઝરી જવું, તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરાના બે ભેદ, દેશથી નિર્જરા અને સર્વથી નિર્ભર છે. જ્ઞાનાવરણ આદિ કર્મોના અમુક અમુક અંશનું ખરવું, તે આંશિક-દૈશિક નિર્જરા અને તે કર્મોને જડમૂળથી સર્વથા ઉચ્છેદન થવું, તે સર્વથી નિર્જરા. દેશથી નિજરે તે દરેક સમયે થાય છે અને સર્વથી નિર્જરા તે મોક્ષગમનકાળે જ થાય છે. (૬૭)
વિવેચન–આ કાવ્યમાં નિર્જરા અને મેક્ષ એ બે વચ્ચે ભેદ લક્ષણથી બતાવ્યો છે. નવ તત્ત્વોમાં નિર્જરા અને મોક્ષ એ બન્ને ઉપાદેય તત્વ છે. બંનેના લક્ષણમાં થડે જ તફાવત છે. “હેરોન સંવિતર્માં ક્ષ નિર્ગા, સર્વેથા વળાં ક્ષયો :” અર્થાત સંચિત કર્મના એક દેશવિભાગને અપગમ તે નિર્જરા અને કર્મને સર્વથા અપગમ તે મોક્ષ. બન્ને લક્ષણમાં કર્મને અપગમ એક જ છે પણ નિર્જરામાં તે અપગમ છેડે થોડો છે, ત્યારે મોક્ષમાં એકદમ સર્વથા અપગમ-છુટકારે થાય છે. સામાન્ય રીતે કર્મની ત્રણ અવસ્થા છે, બંધ અવસ્થા, સત્તા અવસ્થા અને ઉદય અવસ્થા. પ્રથમ કર્મ બંધાય છે ત્યારે બાંધવાના સમયમાં તેની બંધ અવસ્થા જ છે. પછી બાંધેલું કર્મ અમુક વખત સુધી કંઈ પણ ફળપરિણામ દર્શાવ્યા સિવાય એમ ને એમ પડયું રહે છે. જમીનમાં