________________
૨૮૩
નિર્જર ભાવના. કરી, તેનું આલોચન કરવાથી કાર્યકારણુભાવને નિર્ણય થઈ શકે મહાવીર સ્વામીનો દાખલો લઈએ. મહાવીર સ્વામીને બીજા તીર્થકરેનાં કરતાં ઘણું વધારે કમ ખપાવવાનાં હતાં. એક તરફ ૨૩ તીર્થકરોનાં કર્મો અને બીજી તરફ મહાવીર સ્વામીનાં કર્મો, એ બેનો મુકાબલો કરતાં મહાવીર સ્વામીનાં કર્મ વધી જાય. એટલાં બહળાં કર્મ હોવા છતાં આયુષ્ય બીજા તીર્થકર કરતાં ઓછું હતું, તેથી શ્રીમન્મહાવીરે દીક્ષા લઈ ઇકિયસુખ અને શરીરસુખને તિલાંજલિ આપી, જંગલમાં કે વસ્તિમાં સમભાવપણે રહી તપ કરવા લાગ્યા. આ તપસ્યા સાર્વભૌમપદ કે ઇદ્રપદ મેળવવા માટે નહોતી, પણ માત્ર કર્મરૂ૫ આંતરિક દુશ્મનોને દમવા માટે જ હતી. સિંહની પેઠે નિર્ભય રહી, મેરૂની પેઠે અચલ બની, શ્રીમન્મહાવીરે સાડાબાર વર્ષ અને પંદર દિવસ સુધી સમાધિભાવ સાથે ઉગ્ર તપ કર્યું, તેથી કર્મના મહેટા જથ્થાને ઉડાડી દીધું અને નિરાબાધ જ્ઞાન-કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામ્યા. ગજસુકુમાલ ક્ષમા, શાંતિ અને સમાધિરૂપ આંતર તપથી થંડી વારમાં જ કર્મોની નિર્જરા કરી કેવળ જ્ઞાન પામી મોક્ષમાં ગયા. ભરત ચક્રવર્તી અરિસાભુવનમાં ભાવનાના બળથી કર્મની નિર્જરા કરી, કેવળજ્ઞાન પામ્યા. મરૂદેવ માતાએ અગાઉથી જ તપોબળથી કર્મની નિર્જરી કરી હતી, ડાં કર્મો બાકી રહ્યાં હતાં તે ભેળવી તેમ જ માધ્યસ્થ ભાવનાના બળથી નિર્જરી હાથીના હોદ્દા ઉપર બેઠા બેઠા કેવળજ્ઞાન પામી મોક્ષ ગયા. આ સઘળાં ઉદાહરણમાં નિર્જરવાનાં સાધને જુદાં જુદાં હોવા છતાં છેવટની નિજા એક પ્રકારની જ હતી કે જે ચાર ઘનઘાતી કર્મની નિર્જરારૂપ અંતિમ નિર્જરા થતાં જ ચારેને એકસરખું નિરાબાધ જ્ઞાન ઉત્પન્ન થયું. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે નિરાબાધ–સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે નિર્જરાની જરૂરીઆત છે. તે નિર્જરા કેવી રીતે કરવી, તેને નિશ્ચય આત્મદર્શી પુરૂષોના જીવનવૃત્તાંતે વાંચો કે સાંભળી કરવો જોઈએ. (૬૬)