________________
૨૮૨
ભાવના-ચાતક. કરવાને, ક્યા ક્યા ઉપાયે લોધા, કયે માર્ગે ચાલ્યા અને કેવા પુરૂષાર્થથી સર્વથા નિર્જરા કરી નિરાબાધ જ્ઞાન મેળવ્યું? હે ભદ્ર! તે વાતને નવમી નિર્જરા ભાવનાના બળથી વિચાર કર. (૬૬).
વિવેચન-આગલી ભાવનામાં આવતાં કર્મોને નિરોધ કેમ થાય તે દર્શાવ્યું, પણ ભવાંતરમાં બાંધેલાં કર્મોને છુટકારે ન થાય ત્યાં સુધી સાધ્યસિદ્ધિ થતી નથી. જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન ન થાય, ત્યાં સુધી કાર્ય સિદ્ધ થયું ન ગણાય. જ્ઞાનની પૂર્ણતા ઘનઘાતિ કર્મી દૂર થાય ત્યારે જ થાય. તે બે રીતે દૂર થવાં જોઈએ. એક તો વર્તમાન કાળમાં તેની આવક તદ્દન બંધ થાય અને બીજું ભૂતકાળમાં સંચય કરેલાનું અવસાન આવે. પહેલી રીતનું નામ સંવર છે, ત્યારે બીજી રીતનું નામ નિર્જરા છે. સંવરની વિચારણું આગલી ભાવનામાં કરી, હવે આ ભાવનામાં નિર્જરા વિચાર કરવાને છે, તેથી આ ભાવનાનું નામ નિર્જરા ભાવના છે. નિર્જન રાના પ્રકાર, નિર્જરાનું સ્વરૂપ, નિર્જરાનાં કારણે, નિર્જરાનું કાર્ય– ફળ અને નિર્જરાની પ્રશસ્યતા–અપ્રશસ્યતાને નિર્ણય, એ સઘળાની ચિંવનાનો સમાવેશ આ ભાવનામાં થઈ શકે છે. આ કાવ્યમાં ભૂતકાળના કેઈ ઉદાહરણથી નિર્જરા અને નિરાબાધ જ્ઞાનના કાર્યકારણુભાવની વિચારણું કરવાનું સૂચવવામાં આવ્યું છે. જોકે આત્મદર્શી પુરૂષો નિરાબાધ જ્ઞાન મેળવવા જે નિર્જરા કરે તે નિર્જર ઉંચી ડિગ્રીની છે, સાધારણ અને તે દુર્લભ છે, તેથી તેની વિચારણું સર્વ જનને ઉપયોગી નહિ થઈ શકે તે પણ “શરે પારારિતિચાયત” અર્થાત તેની સંખ્યામાં પચાસની સંખ્યા પણ સમાઈ જાય છે, તેમ ઉંચી ડિગ્રીની નિર્જરામાં નીચેની ડિગ્રીવાળી નિર્જ રાને પણ સમાવેશ થઈ જાય છે. આત્મદર્શી પુરૂષ પણ ક્રમે ક્રમે જ તે સ્થિતિએ પહોંચી શકે છે. એટલા માટે જ કહ્યું કે તેના પ્રકારે” કેવી રીતે અને કયે ક્રમે પૂર્વના મહાત્માઓએ કર્મની નિરા.