________________
૨૮૦
ભાવના-શતક સેવવી વગેરે મનના દે છે. તે સઘળા મનેગને દુષ્ટ બનાવે છે. અસત્ય, અપ્રિય, સાવધ, નિન્દાયુક્ત, તિરસ્કાર ભર્યા, પરને પીડાકારક મર્મવેધક શબ્દો બોલવા, ચાડી ચુગલી કરવી, એ ભાષાના દોષો છે. તે વચનયોગને દુષ્ટ બનાવે છે. હિંસા, ચોરી, વ્યભિચાર-મૈથુન વગેરે કાયાના દોષે છે, તે કાયયોગને દુષ્ટ બનાવે છે. જેથી મન, વચન અને કાયાના યોગ દુષ્ટ બને છે તે સઘળા દોષ ત્યાજ્ય છે, તેને દૂર કરવા. સ્વતઃ દૂર ન થાય તો શુભ યોગના આશ્રયથી દૂર કરવા. અહિંસા, અદત્તાદાનનિવૃત્તિ, બ્રહ્મચર્ય વગેરેથી કાયાના દો દૂર કરવા. સત્ય, પ્રિય, હિત, મિત અને પશ્ચ ભાષણથી ભાષાના દેને પરિહરવા, અને ક્ષમા, નિર્લોભતા, સરળતા, સમતા, સંતોષ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ધ્યાન, સંયમ, શાંતિથી મનના દોષોને દૂર કરવા. કાયાના દોષો સ્થૂળ છે ત્યારે મનના દેષ સૂક્ષ્મ છે, કાયાના દો ત્યજવા સહેલ છે, ત્યારે મનના દોષો ત્યજવા જરી મુશ્કેલ છે. કાયાના દોષો સ્વલ્પકાલીન છે, ત્યારે મનના દે ચિરકાળથી વળગેલા છે. દોષોને દમવાની કે ત્યજવાની બે રીતે છે. એક તે સ્થળને પ્રથમ પરિહાર કરી સૂક્ષ્મ દોષોનો પછી પરિહાર કરવો, કેમકે હેલાઈથી સધાય તે છેડે પરિશ્રમે પણ સાધી શકાય છે. બીજી રીતે સૂક્ષ્મ મનના દોષને જ પહેલેથી પકડવા. માનસિક દોષો દૂર થશે તો સ્થૂળ દોષોને જીતવા કંઈ પણ મહેનત નહિ પડે, તે તે હેલાઈથી પોતાની મેળે દૂર થઈ જશે. અધિકારી પરત્વે બંને રીતિઓને જૂદા જૂદ ઉપયોગ થઈ શકે છે. અધિક વીય–સામર્થ્યવાળા અને જ્ઞાનના બળવાળાએને માટે બીજી રીતિ જ શ્રેયસ્કર છે, ત્યારે મન્દ જ્ઞાનવાળા અને ઉતરતા અધિકારીઓને માટે પહેલી રીતિ સુખકર છે. જેને જે અધિકાર હોય અને જેને જેટલી શક્તિ હોય, તેના પ્રમાણમાં દરેકે અશુભ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દૂર કરવી; એટલું જ બસ નથી પણ સાથે સાથે શુભ પ્રવૃત્તિનું બળ મેળવતા જવું. (૧૫)