________________
સંવર ભાવના.
૨૭૯ વગેરે શારીરિક, વાચિક અને માનસિક ક્રિયાઓ જે વીર્ય વિશેષથી થઈ શકે છે તે વીર્ય મુખ્ય નયે યોગ કહેવાય છે. ઉપચારથી વીર્ય વિશેષજન્ય શારીરિક માનસિક અને વાચિક વ્યાપાર-ચેષ્ટા પણ યોગ કહેવાય છે. આંખ, કાન, નાક, જીભ, સ્પર્શ એ પાંચ ઈદ્રિયોની જેવા સાંભળવા વગેરેની ક્રિયા પણ યોગમાં સમાય છે. કષાય અને પ્રમાદની પેઠે યુગમાં સ્વતઃ દુષ્ટતા નથી પણ દુષ્ટના અંગે તેમાં દુષ્ટતા આવે છે. જેમ પાણી સ્વતઃ ખરાબ નથી પણ ગટરમાં પડે છે ત્યારે કાદવના વેગથી ખરાબ થઈ જાય છે, તેમ વીર્યવિશેષ દુષ્ટ મન, દુષ્ટ વચન અને દુષ્ટ કાયામાં રેડાય છે ત્યારે તે અશુભ
ગ ગણાય છે. યોગની સર્વથા નિવૃત્તિ તે ચૌદમે ગુણસ્થાને જ થાય છે. તેમાં ગુણસ્થાનક સુધી તો ચોગ રહે છે. કેવળીને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય એ ચાર બંધના હેતુઓ નથી, પણ બંધને હેતુ માત્ર એક યોગ છે, તે પણ અશુભ નહિ પણ શુભ છે. તે નિમિત્તે ઇરિયાવહી બંધ થાય છે, કે જેની સ્થિતિ માત્ર બે સમયની જ છે. એક સમયે બંધાય, બીજે સમયે તે વેદાઈ જાય અને ત્રીજે સમયે તે નિર્જરી નાંખે. કુંભારે ચાકડાને લાકડી વતી જે વેગ આ હેય તે વેગની નિવૃત્તિ થયા સિવાય જેમ ચાકડો ફરતો અટકતો નથી તેમ જ્યાં સુધી આયુષ્ય આદિ કર્મને લીધે રોગને વેગ મળેલો છે ત્યાં સુધી યોગની નિવૃત્તિ થતી નથી. સર્વ કર્મોની પૂર્ણાહુતિ થયે જ યોગને નિરોધ થઈ શકે છે. તેથી હાલના મનુષ્યોને કરવાનું એટલું જ છે કે જેમ બને તેમ દુષ્ટ-અશુભ યોગની નિવૃત્તિ કરવી. ચિત્તની વૃત્તિઓનું ઉત્થાન પણુ આથી જ થાય છે. એટલા માટે જ ચગશાસ્ત્રમાં ચિત્તની વૃત્તિઓના નિધને સમાધિ કહી છે. આવી એકાંત સમાધિ સિદ્ધ ન થાય ત્યાં સુધી અશુભ મન, અશુભ વચન અને અશુભ કાયાના વ્યાપારને રોકવા પ્રયત્ન કરો. ઈર્ષ્યા કરવી, બીજાનું બુરું ચિંતવવું, તૃષ્ણ રાખવી, ક્રોધ, લોભ સહજ પ્રસંગમાં દીનતા