________________
૨૭૮
ભાવના-શતક કે જે દિવસે સર્વથા અકષાયી બનીશ તે દિવસ જ ખરા સુખનો અને શાંતિને થશે. પ્રયત્ન અને પ્રયાસથી એવી સ્થિતિ પ્રાપ્ત થાય તે સમય જ જીદગીની સફળતાને છે. (૬૪)
અમપ્રવૃત્તિયા: . मनोवचोविग्रहवृत्तयोऽशुभा। नाना विकारा पुनरेन्द्रियाः सदा ॥ निहन्ति धर्माभिमुखं बलं ततो ।
निरुध्य तांस्त्वं शुभधर्ममाचर ॥६५॥ સંવરને પાંચમો ભેદ અશુભ યોગને ત્યાગ.
અર્થ–મનથી કોઇનું ખરાબ ચિંતવવું, દુષ્ટ ઈચ્છાઓ કરવી, કોઈના ઉપર ઈર્ષ્યા વેર ઝેર રાખવાં, તે માનસિક અશુભ યોગ. કોઈની નિન્દા કરવી, ગાળો દેવી, આળ ચડાવવાં કે અસત્ય ભાષણ કરવું તે વાચિક અશુભ યોગ. કોઈને દુઃખ આપવું, કોઈના હક્ક ડુબાવવા, ચોરી કરવી, વ્યભિચાર કર્મ સેવવું, તે કાયિક અભ ચોગ. વિષયાસક્તિમાં ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો તે એન્દ્રિય વિકારે. આ બધી અશુભ પ્રવૃત્તિઓ ધાર્મિક અને આત્મિક બળનો વિનાશ કરે છે, માટે હે બંધ ! તે અશુભ પ્રવૃત્તિઓને અટકાવી આત્મિક વીય ફેરવી શુભ ધર્મને આશ્રય કર, કે જેથી સંવરની નિષ્પત્તિ થવાની સાથે મુક્તિસુંદરીના સ્વયંવરમાં દાખલ થવાને અધિકાર મળી શકે. (૬૫)
વિવેચન-કર્મગ્રંથમાં કહ્યું છે કે બળ, વીર્ય, ઉત્સાહ, શક્તિ, ચેષ્ટા, કરણ એ સર્વ યોગના એકાર્થક-પર્યાયવાચક શબ્દો છે. વીતરાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું વીર્ય કે જેથી જીવ દારિક પુગલ ગ્રહણ કરી શ્વાસોશ્વાસાદિકપણે પરિણભાવી અવલંબી કામ થયે શ્વાસોશ્વાસ રૂપે મૂકી શકે તે વીર્યવિશેષનું નામ યોગ છે. હલન, ચલન, ખાન, પાન, પાચન, શ્વાસોશ્વાસ, ભાષા, ચિંતવન