________________
-
૭૨
ભાવના-શતક હતા તેવા જ સ્વભાવની તેમને સ્ત્રીઓ મળી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોએ જ જાણે તે કુટુંબમાં અવતાર લીધે હેયની, તેમ દરેક જણ કષાયના યોગથી પોતપોતાની ધૂનમાં જુદાઈમાં ને જુદાઈમાં રમતું હતું. કેઈ કોઈને અંતરથી હાતું નહિ. બે દિવસ કંઈક શાંતિના પસાર થાય, તો ત્રીજે દિવસે તે કયાંય ને ક્યાંયથી કચ્છમાં આવીને ઉભો રહેતું. જેમાં વિવિધ વ્યાધિઓથી શરીર પીડા પામે તેમ કલેશ કંકાસથી તે કુટુંબ પીડિત થવા લાગ્યું. રૂદ્રદેવને ડુંગરની મોટી ડંફાશ અને અભિમાનયુક્ત વાતોથી, કુંડગની કપટક્રિયાથી અને સાગરની ભવૃત્તિથી હંમેશ ત્રાસ ઉત્પન્ન થતો. જયારે ગરમી, કઠિનતા, વક્રતા અને શાષકતા અગર ચિકાશ ઉત્કૃષ્ટ હદે-ઉંચી ડિગ્રીએ પહોંચે છે, ત્યારે આ ચાર કષાય અનંતાનુબંધી કહેવાય છે. સ્થાનાંગ સૂત્રમાં આ ચારે સ્થિતિઓ દષ્ટાંતથી સમજાવી છે. ઉંચામાં ઉંચી ડિગ્રીના ક્રોધને પર્વતની રાઈ રેખાતરડની ઉપમા આપી છે. પથ્થરમાં રેખા પડી પાછી મળે નહિ, તેમ અનંતાનુબંધી: ક્રોધથી ભિન્ન પડેલાં અંતઃકરણે જીવનપર્યત પાછાં મળે નહિ. અપ્રત્યાખ્યાની ક્રોધને તળાવની માટીમાં પડેલી તરડની ઉપમા આપી છે, તે શીયાળો પડે છે અને ચોમાસાને વરસાદ થતાં મળી જાય છે, તેમ અપ્રત્યાખ્યાની ક્રોધથી ભિન્ન પડેલાં મને સંવત્સરીમાં જોડાઈ જાય. પ્રત્યાખ્યાની ક્રોધને વેળુની લિંટીની ઉપમા આપી છે. વેળુની રેખા શિયાળામાં પૂર્વના પવનથી પડે છે તો ઉહાળામાં પશ્ચિમના પવનથી પુરાઈ જાય છે. તેમ પ્રત્યાખ્યાની ક્રોધથી તુટેલાં મન ચાર માસમાં જોડાઈ જાય. સંજવલનના ક્રોધને પાણીની રેખા સાથે સરખાવ્યો છે. પાણીમાં રેખા જે વસ્તુથી પડી તે વસ્તુ દૂર થતાંની સાથે જ પાણી પાછું મળી જાય છે તેમ સંજવલનના ક્રોધથી તુટેલું મન તરત જ જોડાઈ જાય છે. વધારેમાં વધારે તેની પંદર દિવસની સ્થિતિ છે. એવી જ રીતે અનંતાનુબંધી માનની પથ્થરના થંભની સાથે, અપ્રત્યાખ્યાની