________________
સંવર ભાવના
૨૭૫
પૂર્ણાંક તેમણે સાનામહારા લેવાની ના પાડી. આહા ! કેટલી બધી નિસ્પૃહતા !! ખૂબ વિશ્વાસ પમાડી અંતે ખતે વહુઆએ છાની રીતે હજાર સેાનામ્હારે કાઢી લીધી અને તેને બદલે પથરાએ ભરી કહાક્યા. સ્વાર્થ સંધાઈ રહ્યા પછી બંનેની ભક્તિ મેાળી પડી ગઈ. સાસુના જે સત્કાર થતા હતા અને વિનયમર્યાદા જળવાતી હતી તેમાં ફેર પડયા, એટલું જ નિહ પણ ઘેાડા વખત પછી તેા ભક્તિભાવ તદ્દન લુપ્ત થઈ ગયા. જેવી રીતે અગ્નિશિખાને તેની વહુઆએ ઠગી તેવી જ રીતે તેના ધણીએ કુંડગ અને સાગરે પોતાના પિતાને છેતર્યાં. અતેની ગુપ્ત મુડી ચારાઈ ગઈ. ભક્તિના ફેરફારથી વહેમ પડતાં દાટેલી જગ્યાએ જોયું તેા પથરા નિકળ્યા. સેાનામ્હારા ન મળી એટલે વહુઓને અને દીકરાઓને મેલાવી તેએ પૂછવા માંડયું પણુ માયાવી જનાએ આકરામાં આકરા સાગંદ ખાઇ પેાતાની સત્યતા જાહેર કરી. ચારની મા કાઠીમાં મ્હાં નાંખી વે, તેમ રૂદ્રદેવ અને અગ્નિશિખા મનમાં ને મનમાં બળી રહ્યાં, ઘરની ફરીયાદ કાનો પાસે કરવી ? એકદા રૂદ્રદેવ પેાતાની સ્ત્રી પાસે આવી બેઠા, અને હજાર સાનામ્હાર ખાઈ નાંખવા બદલ ડપકા આપવા લાગ્યા. અગ્નિશિખાએ જવાબમાં કહ્યું કે મેં તે ગુમાવી પણ તમે કેમ સાચવી શક્યા નહિ? બીજાને કહેવું સ્હેલ છે. પાતાના તા વિચાર કરતા નથી. આ સાંભળી રૂદ્રદેવના મિન્ત્રજ ગયા, અરે મને કહેનાર તું કાણુ ? શું સાનામ્હારા તારા ખપને ઘેરથી લાવી હતી? એ તા હું કમાયા હતા અને મેં ખાઈ, તું શાની ડહાપણ ડાળે છે? અગ્નિશિખાને સ્વભાવ પણ અગ્નિ જેવા ગરમ હતા, તેથી છાની રહી શકી નહિ, પણ ઉત્તર પ્રત્યુત્તર વાળ્યા, તેથી રૂદ્રદેવના રૌદ્ર સ્વભાવ અતિ ગરમ થયા. અગ્નિમાં થી હામાયાથી ભડકા થાય, તેમ ક્રોધાગ્નિ પ્રદીપ્ત થયેા. નેત્રા લાલચોળ થઈ ગયાં. તે દાંતીયાં કરી કહેવા લાગ્યા કે, પાપિણી ! તું મ્હારી સામે યુદ્દાતદ્દા ખેાલે છે ? તું કુલાંગના જ નથી. અગ્નિશિખાએ પણ તસ થઈને કહ્યું, જ્યારથી