________________
ર૭૪.
ભાવના-શતક. ત્યારે પણ આવી અવજ્ઞા કરે છે, તો આપણી વૃદ્ધાવસ્થામાં આપણું કેવા હાલ કરશે? આ ત્રાસથી બચવાને આપણે કંઈક સાધન રાખવું જોઈએ. મેં ગુપ્ત રીતે ત્રણ હજાર સોનામહોરો છુપાવી રાખી છે. લે, તેમાંથી એક હજાર તું તારા કબજામાં ગુપ્ત રીતે જમીનમાં દાટી રાખજે, અને બે હજાર મારા હસ્તક હું ગુપ્ત દાટી રાખું છું. હું અમુક ઠેકાણે દાટું છું અને તું અમુક સ્થળે દાટજે. કદાચ હું તારા પહેલાં આ મુસાફરી પૂરી કરું તો મારી બે હાર મહોરો મારા પછવાડે ધર્મકાર્યમાં ખર્ચજે. આ વાત બીજા કોઈને જાણવા દઈશ નહિ. અગ્નિશિખાએ તે બધું કબુલ કર્યું, પણ જે ઓરડામાં આ વાતચીત થતી હતી તેની બહાર સંતાઈને ઉભી રહેલી કુંડળની સ્ત્રી નિકૃતિ અને સાગરની સ્ત્રી સંચયાએ તે બધી વાત ગુપચુપ સાંભળી લીધી. દેરાણી જેઠાણું બને જણું સ્વાર્થ સાધવાને પરસ્પર મળી ગઈ. સાસુની પાસે આવી બંને જણી કહેવા લાગી કે, સાસુજી! આજસુધી અમે તમારો વિનય ન કર્યો તેને માટે બહુ ખેદ થાય છે. જુવાનીના મદમાં ઉન્મત્ત થઈ કેટલીએક વાર તમારી સામે બોલી તમારી અવજ્ઞા કરી તે પ્રસંગ આ વખતે અમારા મનમાં બહુ જ ખટક્યા કરે છે. તે અંબા! આજથી અમારો સ્વભાવ બદલાઈ ગયો છે, એમ ખાત્રીથી માનજે. હવેથી કોઈ પણ કાર્ય હોય તે મહેરબાની કરી અમને બતાવજે. અગ્નિશિખા આ પટયુક્ત સંભાષણથી ભોળવાઈ ગઈ અને તેમનું કહેવું ખરું માનવા લાગી. થોડા વખતમાં બને વહુઓએ સાસુનું મન જીતી લીધું. સાસુએ વિચાર કર્યો કે જ્યારે આવી વિનીત વહુએ ચાકરી કરનાર છે, ત્યારે મારે સોનાહેર શા માટે ગુપ્ત રાખવી? ગુપ્ત રાખેલી સોનામહેરો આપી દેવાથી તેઓ વધારે સત્કાર કરશે, એમ ધારી અગ્નિશિખાએ પ્રસન્ન મને વહુઓને સેનામહેર લેવાનું કહ્યું. માયાવી વહુઓએ કહ્યું, હે અંબા! આપની કૃપા છે તો અમારે સેનામ્હારે જ છે, અમારે સોનાલ્હેરેને શું કરવી છે? તમારી સેવા એ જ અમારે મન મેવા છે. આગ્રહ