________________
ભાવના-શતક
અસર કરી. તે જ દિવસથી શિષ્ય પુનઃ નિયમિત ક્રિયા કરવા લાગ્યો તેથી તેનું શરીર અને મન બંને સુધરી ગયાં. આ અપ્રમાદની ખૂબી છે. (૬૨-૬૩)
વાર્યમેટોડાયઃ कषायदोषा नरकायुरर्जका । भवद्वयोद्वेगकराः सुखच्छिदः॥ कदा त्यजेयुर्ममसगमात्मनो । विभावयेत्यष्टमभावनाश्रितः ॥ ६४ ॥
સંવરનો ચેાથે ભેદ અકષાય, અર્થ-ક્રોધ ભાન માયા અને લોભ એ ચાર કષા આત્માના દોષે છે. તેની જેટલી તીવ્રતા તેટલા તીવ્ર રસે અશુભ કર્મોને બંધ થાય છે. તે કષાયો જે અનંતાનુબંધી હોય છે, તો નરકનું આયુષ્ય બંધાય છે. અપ્રત્યાખ્યાની હોય છે તે તિર્યંચની ગતિનું આયુષ્ય બંધાય છે. તે કેવળ પરભવમાં જ દુઃખ આપતા નથી પણ આ ભવમાં પણ હંમેશ મનને ઉદેશમાં રાખે છે. સુખનાં સાધનોની હાજરીમાં પણ માણસને સુખથી વિમુખ કરાવે છે, માટે દરેક મુમુક્ષુએ હંમેશ એવી ચિંતવના કરવી કે “ આ કષાય ચંડાળાથી હું ક્યારે છું થઉં? જે ક્ષણે કષાયોને સંગ છૂટશે, તે જ ક્ષણ ખરા સુખની થશે.” (૬૪)
વિવેચન–સૂર્યનાં પ્રખર કિરણે ઉન્ડાળામાં જેમ પાણીનું શેષણ કરી લે છે, તેમ કષાયની તીવ્ર ગરમી સમતા અને સમાધિરૂ૫ જળનું શોષણ કરી લે છે. ડિગ્રીની ન્યૂનાધિકતાને લીધે કષાયના ચાર ભાગ પાડવામાં આવ્યા છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન : આ ચારે વિશેષણો ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયને લાગુ પડે છે. શાસ્ત્રીય ભાષામાં આ કષાયો અધ્યવસાયના એક પૂલ રૂપ તરીકે ઓળખાય છે.